Rohit Sharma MS Dhoni Record Team India : ભારત અને ઝિમ્બાબ્વેની વચ્ચે 18 ઓગસ્ટથી વનડે સીરીઝ રમાશે. આ સીરીઝની ત્રણ મેચો માટે ભારતીય ટીમ ઝિમ્બાબ્વે રવાના થઇ ચૂકી છે. કેએલ રાહુલની કેપ્ટનશીપ વાળી આ ટીમમાં નવા ખેલાડીઓને મોકો આપવામાં આવ્યો છે, પરંતુ રોહિત શર્માએ તાજેતરમાં જ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે, તે ભારતનો વિદેશી જમીન પર સૌથી વધુ મેચોમાં જીતનો ભાગ રહ્યો છે. 


રોહિત શર્મા તરફથી વિદેશોમાં નોંધાયેલી સૌથી વધુ મેચોમાં ભાગ રહ્યો છે. તેને આ મામલામાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પણ પાછળ પાડી દીધો છે. રોહિત શર્મા ભારત તરફથી વિદેશી જમીન પર જીતેલી 102 મેચોનો ભાગ રહ્યો છે, જ્યારે ધોની 101 મેચનો ભાગ રહ્યો છે. આ મામલામાં વિરાટ કોહલી ત્રીજા નંબર પર છે. કોહલીએ 97 મેચોમાં હાજરી નોંધાવી છે, જ્યારે સચીન તેંદુલકર 89 મેચોની સાથે ચોથા નંબર પર છે. 


ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા ટીમ ઇન્ડિયાનો દિગ્ગજ ખેલાડી છે. તેને અત્યાર સુધી 233 વનડે મેચો રમી છે. આ દરમિયાન તેને 9376 રન ફટકાર્યા છે. રોહિતે આ ફોર્મેટમાં 29 સદી અને 45 ફિફ્ટી બનાવી છે. તે 132 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 3487 રન બનાવી ચૂક્યો છે, તેને આમાં 4 સદી અને 27 ફિફ્ટી ફટકારી છે. રોહિતે 45 ટેસ્ટ મેચોમાં 3137 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેને 8 સદી અને 14 ફિફ્ટી ફટકારી છે. 


આ પણ વાંચો........ 


Independence Day 2022: આઝાદીના 75 વર્ષ બાદ દુનિયાની ફાર્મસી બન્યુ ભારત, જાણો કેટલુ બદલાયુ હેલ્થ સેક્ટર?


Watch: ચેેતેશ્વર પૂજારાની તોફાની બેટિંગ, એક જ ઓવરમાં 22 રન ફટકાર્યા, ફટકારી આક્રમક સદી


India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 15,815 નવા કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.36 ટકા


Ahmedabad : પતિ અલગ અલગ છોકરીઓને ઘરે બોલાવી પત્ની સામે જ ઘરમાં બાંધતો શારીરિકસંબંધ, ને પત્ની...


Har Ghar Tiranga: જાણો શું છે હર ઘર તિરંગા અભિયાન, કઈ તારીખ છે ખાસ, કેવી રીતે મેળવશો સર્ટિફિકેટ


Har Ghar Tiranga: શું છે હર ઘર તિરંગા અભિયાન? જાણો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાના નિયમો


SURAT: સુરત સિવિલમાં ડોક્ટરો ઉંઘતા હતાને યુવાન ન કરવાનું કરી બેઠો