શોધખોળ કરો

પાંચમી વાર આઇપીએલ ચેમ્પિયન બન્યા બાદ રોહિત શર્માએ પોતાની સફળતાનું શું ખોલ્યુ રાજ, જાણો વિગતે

ટ્રેન્ટ બૉલ્ટે મેચના પહેલા બૉલ પર જ દિલ્હીના માર્કસ સ્ટૉઇનિસને પેવેલિયન મોકલી દીધો. દિલ્હીની શરૂઆતમાં ઝટકો લાગ્યો તે મુંબઇ માટે સારી વાત રહી. બાદમાં દિલ્હીએ 20 ઓવરોમાં સાત વિકેટ ગુમાવીને 156 રન જ બનાવ્યા

નવી દિલ્હીઃ મુંબઇ ઇન્ડિયન્સ ટીમે આઇપીએલ 13ની ફાઇનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે હરાવીને પાંચમી વાર આઇપીએલ ટ્રૉફી પોતાના નામે કરી. ખાસ વાત એ છે પાંચેય વાર રોહિત શર્માની આગેવાની વાળી મુંબઇ ઇન્ડિયન્સની ટીમ જ વિજેતા બનવામાં સફળ રહી છે. રોહિત શર્માએ કહ્યું કે, તેમની ટીમ પહેલા બૉલથી મેચમાં હતી અને ત્યાંથી તેને પાછળ ફરીને નથી જોયુ. ટ્રેન્ટ બૉલ્ટે મેચના પહેલા બૉલ પર જ દિલ્હીના માર્કસ સ્ટૉઇનિસને પેવેલિયન મોકલી દીધો. દિલ્હીની શરૂઆતમાં ઝટકો લાગ્યો તે મુંબઇ માટે સારી વાત રહી. બાદમાં દિલ્હીએ 20 ઓવરોમાં સાત વિકેટ ગુમાવીને 156 રન જ બનાવ્યા. રોહિતની 68 રનોની ઇનિંગના સહારે આ લક્ષ્ય મુંબઇએ માત્ર 18.4 ઓવરોમાં પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધુ હતુ. મેચ બાદ રોહિત શર્માએ કહ્યું- આખી સિઝન જે રીતે રહી, તેનાથી હુ ખુશ છુ, અમે શરૂઆતમાં કહ્યુ હતુ અમે જીતને એક આદત બનાવવા માંગીએ છીએ, અને તમે આનાથી વધુ કંઇ નથી માંગી શકતા. અમે પહેલા બૉલથી જ આગળ હતા અને પાછળ ફરીને જોયુ નહીં. પોતાની કેપ્ટનશી અંગે રોહિતે કહ્યું કે, તમારે શાંત રહેવા માટે યોગ્ય સંતુલન કરવુ જોઇએ, હું એ કેપ્ટન નથી કે કોઇની પાછળ ડંડો લઇને દોડુ, તમે ખેલાડીઓને આત્મવિશ્વાસ અપાવીને બેસ્ટ બનાવી શકો છો. જો તમે અમારી બેટિંગ જોશ તો અમારી પાસે કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા છે, અમે તમને આખી સિઝનમાં રૉટેટ કર્યા, અમારી બૉલિંગમાં પણ આ જ રીતનું ઉંડાણ છે. આ મેચમાં રોહિત શર્માએ ટીમમાં સતત રમી રહેલા રાહુલ ચહરને ટીમની બહાર રાખ્યો, અને તેની જગ્યાએ ઓફ સ્પિનર જયંત યાદવને રમાડવામાં આવ્યો હતો, જે મુંબઇને ફાયદો કરીને ગયો.

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget