શોધખોળ કરો

અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ

ઝિમ્બાબ્વે સિરીઝમાં અભિષેક શર્મા સંપૂર્ણ ફ્લોપ રહ્યા છતાં ટીમમાં યથાવત, જ્યારે થોડી મેચમાં નિષ્ફળ જતાં સંજુ સેમસનને બહાર કરાતા ક્રિકેટ જગતમાં ચર્ચાનો દોર શરૂ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ટીમ ઇન્ડિયામાં સંજુ-અભિષેક પ્રત્યેના વલણથી વિવાદ સર્જાયો.
  • અભિષેક શર્મા ઝિમ્બાબ્વે શ્રેણીમાં ખરાબ રમ્યા છતાં ટેકો મળ્યો.
  • જ્યારે સંજુ સેમસનને નિષ્ફળતા પછી તરત જ પડતો મુકાયો.
  • હનુમા વિહારીએ ટીમ મેનેજમેન્ટની નીતિઓ પર આકરા સવાલો ઉઠાવ્યા.

Sanju Samson vs Abhishek Sharma: ટીમ ઈન્ડિયા (Team India) માટે પસંદગી પ્રક્રિયા અને ખેલાડીઓ પ્રત્યેના વલણને લઈને ફરી એકવાર વિવાદનો મધપૂડો છંછેડાયો છે. તાજેતરમાં જ ભારતે ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની T20 શ્રેણી 3-0 થી શાનદાર રીતે જીતી લીધી. પરંતુ આ સિરીઝમાં યુવા અને સ્ટાર ઓપનર અભિષેક શર્માનું પ્રદર્શન સાવ નિરાશાજનક રહ્યું હતું. અભિષેકના આ સતત ફ્લોપ શો છતાં પણ ટીમ મેનેજમેન્ટ દ્વારા તેને જે રીતે બેક (ટેકો) કરવામાં આવી રહ્યો છે, તેનાથી ભારતીય ક્રિકેટર હનુમા વિહારી નારાજ થયા છે. તેમણે મેનેજમેન્ટ સામે સીધો સવાલ ઉઠાવ્યો છે કે શા માટે સંજુ સેમસન અને અભિષેક શર્મા માટે બે અલગ-અલગ ધોરણો (Double Standards) અપનાવવામાં આવી રહ્યા છે? થોડી મેચોમાં નિષ્ફળ જતા સંજુને તરત જ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી દેવામાં આવે છે, જ્યારે અભિષેકને સતત તકો શા માટે અપાઈ રહી છે?

અભિષેક શર્માનું કંગાળ પ્રદર્શન

તાજેતરમાં પૂરી થયેલી ઝિમ્બાબ્વે સામેની T20 શ્રેણીમાં અભિષેક શર્મા રન બનાવવા માટે ભારે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. ત્રણ મેચોની આ સિરીઝમાં તેણે અનુક્રમે માત્ર 01, 08 અને 02 રન જ બનાવ્યા હતા. આટલા ખરાબ પ્રદર્શન છતાં તેને ટીમમાં યથાવત રાખવામાં આવ્યો છે. આ બાબતે હનુમા વિહારીએ આશ્ચર્ય વ્યક્ત કરતા ટીમ ઈન્ડિયાની નીતિઓ પર આકરા સવાલો કર્યા છે.

સંજુ સેમસન સાથે કેમ આવો અન્યાય?

હનુમા વિહારીનું સ્પષ્ટ માનવું છે કે 2026 T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, જ્યારે સંજુ સેમસન માત્ર થોડીક મેચોમાં નિષ્ફળ ગયો હતો, ત્યારે જ તેને પ્લેઇંગ ઇલેવનમાંથી નિર્દયતાથી બહાર કરી દેવામાં આવ્યો હતો. પોતાની યુટ્યુબ ચેનલ પર આ મુદ્દે વાત કરતા હનુમાએ કહ્યું, "વર્લ્ડ કપ પહેલા, સંજુ માત્ર પાંચ મેચમાં સારું પ્રદર્શન નહોતો કરી શક્યો અને તેને પ્લેઇંગ ઇલેવનમાં પોતાનું સ્થાન ગુમાવવું પડ્યું. જોકે, તે પછીથી શાનદાર રીતે પાછો ફર્યો અને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' પણ બન્યો. તો પછી અભિષેકે તે ટુર્નામેન્ટમાં કેટલા રન બનાવ્યા હતા?"

આ પણ વાંચોઃ શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ

અભિષેકના આંકડાઓ ખોલી રહ્યા છે પોલ

હનુમા વિહારીએ યુકે (UK) પ્રવાસ દરમિયાન અભિષેક શર્માના પ્રદર્શન પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે આંકડાઓ સામે રાખતા કહ્યું, "યુકે સિરીઝમાં માત્ર એક ફિફ્ટી (અડધી સદી) સિવાય અભિષેકે કશું જ ઉકાળ્યું ન હતું. તે 20 કે 30 રનના સ્કોર સુધી પણ નહોતો પહોંચી શક્યો. છેલ્લી 6 મેચમાં તેના નામે માત્ર એક જ ફિફ્ટી છે. જો તમે વર્લ્ડ કપની મેચોને પણ ગણતરીમાં લો, તો છેલ્લી 18 મેચોમાં તેણે કુલ ત્રણ જ ફિફ્ટી ફટકારી છે."

કોઈ આ બાબતે વાત કેમ નથી કરતું?

ભારતીય ટીમના આ બેવડા ધોરણો પર વધુ સવાલ ઉઠાવતા હનુમાએ ઉમેર્યું કે, વર્લ્ડ કપમાં સતત ત્રણ ફિફ્ટી ફટકારવા છતાં સંજુ સેમસનને માત્ર યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને સ્થાન આપવા માટે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. હનુમાએ કહ્યું, "સંજુએ વર્લ્ડ કપમાં કેટલી મેચ રમી? માત્ર ત્રણ. અને તેણે એ ત્રણેય મેચમાં ફિફ્ટી ફટકારી હતી! જ્યારે બીજી તરફ, પાંચ મેચમાં અભિષેક શર્માનો સર્વોચ્ચ સ્કોર માત્ર 16 રન છે. આટલો મોટો તફાવત હોવા છતાં આ વિશે કોઈ વાત કેમ નથી કરી રહ્યું? જ્યારે પણ સંજુ સેમસનની ચર્ચા થાય છે, ત્યારે લોકો તેને 'નોન-સ્કોરર' (રન ન બનાવનાર) નું લેબલ લગાવી દે છે. ચાલો માની લઈએ કે તે ક્યારેક રન નથી બનાવતો, પણ જો તેનો દિવસ હોય, તો તે એકલા હાથે હાઈ-પ્રેશર (વધુ દબાણવાળી) મેચ જીતાડવાની પૂરી ક્ષમતા ધરાવે છે."

આ પણ વાંચોઃ પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

Frequently Asked Questions

ટીમ ઈન્ડિયાની પસંદગી પ્રક્રિયા શા માટે વિવાદમાં છે?

હનુમા વિહારીએ સંજુ સેમસન અને અભિષેક શર્મા પ્રત્યેના ટીમ મેનેજમેન્ટના 'ડબલ સ્ટાન્ડર્ડ' પર સવાલ ઉઠાવ્યો છે. અભિષેકને સતત તકો મળે છે, જ્યારે સંજુને નિષ્ફળતા પછી તરત જ બહાર કરાય છે.

અભિષેક શર્માનું તાજેતરનું પ્રદર્શન કેવું રહ્યું છે?

ઝિમ્બાબ્વે સામેની T20 શ્રેણીમાં અભિષેકે અનુક્રમે માત્ર 01, 08 અને 02 રન બનાવ્યા હતા. હનુમા વિહારી અનુસાર, તેની છેલ્લી 18 મેચમાં માત્ર ત્રણ ફિફ્ટી છે.

સંજુ સેમસનના કિસ્સામાં શું અન્યાય થઈ રહ્યો છે?

હનુમા વિહારીના મતે, સંજુને થોડી મેચોમાં નિષ્ફળ જતા પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરાયો હતો. જ્યારે વર્લ્ડ કપમાં તેણે ત્રણ મેચમાં ત્રણ ફિફ્ટી ફટકારી હતી, છતાં તેને ટીમમાંથી પડતો મુકાયો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget