શોધખોળ કરો

ICC Men's T20 Bowling Ranking: ટૉપ પહોંચ્યો રાશિદ ખાન, વાનિન્દુ હસરંગા બીજા નંબર પર ખસક્યો, જુઓ આખુ લિસ્ટ....

રાશિદ ખાન 698 રેટિંગ પૉઇન્ટ સાથે આ રેન્કિંગમાં ટૉપ પર પહોંચી ગયો છે. જ્યારે શ્રીલંકાના વાનિન્દુ હસરંગા 698 રેટિંગ પૉઇન્ટ સાથે બીજા નંબર પર યથાવત છે.

Latest ICC Rankings: અફઘાનિસ્તાનના કેપ્ટન અને દિગ્ગજ બૉલર રાશિદ ખાન આઇસીસી ટી20 રેન્કિંગમાં ટૉપ પર પહોચી ગયો છે. વળી, આ લેટેસ્ટ રેન્કિંગમાં શ્રીલંકાનો વાનિન્દુ હસરંગા બીજા નંબર પર ખસકી ગયો છે. આઇસીસીની તાજા ટી20 રેન્કિંગમાં રાશિદ ખાન અને વાનિન્દુ હસરંગા ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર જૉસ હેઝલવુડ, આદિલ રાશીદ અને સેમ કરન ટૉપ 5 બૉલરોમાં સામેલ છે. 

રાશિદ ખાન 698 રેટિંગ પૉઇન્ટ સાથે આ રેન્કિંગમાં ટૉપ પર પહોંચી ગયો છે. જ્યારે શ્રીલંકાના વાનિન્દુ હસરંગા 698 રેટિંગ પૉઇન્ટ સાથે બીજા નંબર પર યથાવત છે. ખરેખરમાં રાશિદ ખાન આ પહેલા પણ બૉલરોની આઇસીસી ટી20 રેન્કિંગમાં ટૉપ પર પહોંચી ચૂક્યો છે. 

વાનિન્દુ હસરંગા બીજા નંબર પર ખસક્યો - 
શ્રીલંકાના વાનિન્દુ હસરંગા 698 રેટિંગ પૉઇન્ટ સાથે રાશિદ ખાન પછી બીજા નંબર પર છે. વળી ઇંગ્લેન્ડનો સ્પીનર આદિલ રશીદના 692 રેટિગં પૉઇન્ટ છે. આદિલ રાશીદ આઇસીસી ટી20 રેન્કિંગમાં ત્રીજા નંબર પર છે. આ ઉપરાંત ટી20 રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર જૉશ હેઝલવુડ ચોથા નંબર પર છે. જૉસ હેઝલવુડના 690 રેટિંગ પૉઇન્ટ્સ છે. 

આઇસીસી ટી20 રેન્કિંગમાં સામેલ ટૉપ 10 બૉલરો - 
1- રાશિદ ખાન 
2- વાનિન્દુ હસરંગા
3- આદિલ રાશિદ
4- જૉશ હેઝલવુડ
5- સેમ કરન
6- એડમ જામ્પા
7- તબરેજ શમ્સી
8- મુઝીબ ઉર રહેમાન
9- એનરિક નૉર્ટ્ઝે
10- મહીશ તીક્ષણા

Rashid Khan: ઓલરાઉન્ડરની કિસ્મત ચમકી

Afghanistan T20I Captain: અફઘાનિસ્તાન ક્રિકેટના દિગ્ગજ ઓલરાઉન્ડર રાશિદ ખાનના ફેન્સ માટે એક ખુશખબર સામે આવી છે. આ શાનદાર ખેલાડીને આઇપીએલ પહેલા એક મોટી તક મળી છે, રાશિદ ખાનને અફઘાનિસ્તાન ક્રિકેટમાં ટી20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, તેને મોહમ્મદ નબીના સ્થાને રિપ્લેસ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 બાદ મોહમ્મદ નબીએ ટી20 કેપ્ટન પદેથી રાજીનામુ ધરી દીધુ હતુ, અને પદ ખાલી હતુ, જેને હવે રાશિદ ખાન તરીકે ભરવામાં આવ્યુ છે. 

ખાસ વાત છે કે, ગયા ટી20 વર્લ્ડકપ 2022માં અફઘાનિસ્તાનનુ પ્રદર્શન એકદમ ખરાબ રહ્યું હતુ, અને નબીને આ કારણે કેપ્ટનશીપ ગુમાવવાનો વારો આવ્યો હતો, તેને હવે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે રાશિદ ખાનના નામથી ભરી દીધુ છે. હવે ટુંક સમયમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થઇ રહી છે, અને આ ટી20 ફોર્મેટમાં ફરી એકવાર રાશિદ ખાનનો જલવો જોવા મળી શકે છે.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મીરવાઇઝ અશરફે કહ્યું કે, અફઘાનિસ્તાન ક્રિકેટમાં રાશિદ ખાન બહુજ મોટુ નામ છે, તેને દુનિયાભરમાં આ ફોર્મેટમાં ખુબ ક્રિકેટ રમી છે, તેની પાસે બહોળો અનુભવ છે, આ પહેલા પણ રાશિદ ખાન અફઘાનિસ્તાન તરફથી ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ કરી ચૂક્યો છે, હવે તેને ફરી એકવાર ટી20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. અશરફે કહ્યું કે, મને પુરેપુરો વિશ્વાસ છે કે, રાશિદ ખાન બેસ્ટ રમત બતાવશે અને અફઘાનિસ્તાન ક્રિકેટને એક નવા મુકામ પર લઇ જશે.

જોકે, રાશિદ ખાને પણ ખુદ ટી20 કેપ્ટન બન્યા બાદ એક મોટુ નિવેદન આપતા કહ્યું કે, કેપ્ટનશીપ એક બહુ જ મોટી જવાબદારી છે, હું પહેલા પણ મારા દેશ માટે આ જવાબદારી ઉઠાવી ચૂક્યો છું. ટીમમાં ઘણાબધા શાનદાર ખેલાડી છે, મે પહેલાથી તેમની સાથે ક્રિકેટ રમી છે, અમારા માટે આ સારો માહોલ છે. 

રાશિદ ખાનની વાત કરીએ તો અફઘાનિસ્તાન તરફથી રાશિદે 74 ટી20 મેચ રમી છે, જેમાં તેને 122 વિકેટો ઝડપી છે, તે એક સારા બૉલરની સાથે સાથે સારે બેટ્સમેને પણ છે. તેને ટી20નો ધાંસૂ ઓલરાઉન્ડર પણ કહેવામા આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા
Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા
Rising Star Asia Cup 2025: 3 કારણ જેના લીધે ઈન્ડિયા A ટીમને ન મળી ફાઈનલની ટિકિટ, જાણો વિગતે
Rising Star Asia Cup 2025: 3 કારણ જેના લીધે ઈન્ડિયા A ટીમને ન મળી ફાઈનલની ટિકિટ, જાણો વિગતે
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | 16 પરિવારમાં ચાંદનીનું અંધારું
Gujarat ATS: ગુજરાતમાંથી ઝડપાયેલ આતંકીઓનો નવો ખુલાસો
Mehsana News: કડીની હોલીફેમિલી સ્કૂલની ઘટના, ધો.6ના વિદ્યાર્થીએ બીજા માળેથી ઝંપલાવ્યું
Looteri Dulhan: મહેસાણામાં ઝડપાઈ લૂંટેરી દુલ્હન, 15થી વધુ લગ્ન કરી છેતરપિંડી આચરી
Gir Somnath News: ગીર સોમનાથના વેરાવળ નજીક મકાનમાંથી બોંબ જેવી મળી વસ્તુ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા
Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા
Rising Star Asia Cup 2025: 3 કારણ જેના લીધે ઈન્ડિયા A ટીમને ન મળી ફાઈનલની ટિકિટ, જાણો વિગતે
Rising Star Asia Cup 2025: 3 કારણ જેના લીધે ઈન્ડિયા A ટીમને ન મળી ફાઈનલની ટિકિટ, જાણો વિગતે
ChatGPT પર હવે બધા મિત્રો સાથે મળીને બનાવો પ્લાન, આવી ગયું ગ્રુપ ચેટનું ઓપ્શન, આ રીતે કરો ઉપયોગ
ChatGPT પર હવે બધા મિત્રો સાથે મળીને બનાવો પ્લાન, આવી ગયું ગ્રુપ ચેટનું ઓપ્શન, આ રીતે કરો ઉપયોગ
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
Aaj Nu Rashifal: 22 નવેમ્બર 2025નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે? જાણો તમામ જાતકોનું રાશિફળ
Aaj Nu Rashifal: 22 નવેમ્બર 2025નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે? જાણો તમામ જાતકોનું રાશિફળ
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
Embed widget