IPLમાં તોફાની પ્રદર્શન કરનાર આ બેટ્સમેનને ટી-20 વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં મળ્યું સ્થાન
T20 WORLD CUP 2024:IPLમાં ધૂમ મચાવનાર દિલ્હી કેપિટલ્સના ઓપનર જેક ફ્રેઝર મેકગર્ગ સિવાય ઓસ્ટ્રેલિયાએ મેથ્યુ શોર્ટને રિઝર્વ ખેલાડી તરીકે પોતાની ટીમમાં સામેલ કર્યા છે
Jake Fraser-McGurk & Matt Short: T20 વર્લ્ડ કપ 2024 2 જૂનથી શરૂ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર યોજાવાની છે. જો કે આ ટૂર્નામેન્ટ પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં IPLમાં ધૂમ મચાવનાર દિલ્હી કેપિટલ્સના ઓપનર જેક ફ્રેઝર મેકગર્ગ સિવાય ઓસ્ટ્રેલિયાએ મેથ્યુ શોર્ટને રિઝર્વ ખેલાડી તરીકે પોતાની ટીમમાં સામેલ કર્યા છે. તાજેતરમાં જેક ફ્રેઝર મેકગર્ગે આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર બેટિંગ કરી હતી. હવે ઓસ્ટ્રેલિયાએ તેને T20 વર્લ્ડ કપ માટે રિઝર્વ ખેલાડી તરીકે ટીમમાં સામેલ કર્યો છે.
JUST IN: Jake Fraser-McGurk and Matt Short have earnt late tickets to the Caribbean for Australia's #T20WorldCup campaign, but Tanveer Sangha's hopes of featuring have been tanked by an injury setbackhttps://t.co/JdB9TtuvmC
— cricket.com.au (@cricketcomau) May 20, 2024
જેક ફ્રેઝર મેકગર્ગે IPLમાં શાનદાર ઇનિંગ રમી હતી
જેક ફ્રેઝર મેકગર્ગે IPL 2024ની 9 મેચોમાં 330 રન કર્યા હતા પરંતુ તેણે વિસ્ફોટક બેટિંગથી તમામને પ્રભાવિત કર્યા હતા. આ સીઝનમાં જેક ફ્રેઝર મેકગર્ગે દિલ્હી કેપિટલ્સ માટે 234.04ની સ્ટ્રાઇક રેટથી રન કર્યા હતા. આ સિવાય જેક ફ્રેઝર મેકગર્ગની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર નજર કરીએ તો આ ખેલાડીએ 2 વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં જેક ફ્રેઝર મેકગર્ગે 221.74ની સ્ટ્રાઈક રેટ અને 25.5ની એવરેજથી 51 રન બનાવ્યા છે. જો કે, અત્યાર સુધી તેને ઓસ્ટ્રેલિયા માટે ટી-20માં રમવાની તક મળી નથી, પરંતુ તે T20 વર્લ્ડ કપમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયાની જર્સીમાં જોવા મળી શકે છે.
જેક ફ્રેઝર મેકગર્ગ ઉપરાંત મેથ્યુ શોર્ટ રિઝર્વ ખેલાડી હશે
જેક ફ્રેઝર મેકગર્ગ ઉપરાંત ઓસ્ટ્રેલિયાએ મેથ્યુ શોર્ટને રિઝર્વ ખેલાડી તરીકે સામેલ કર્યો છે. મેથ્યુ શોર્ટ ઓસ્ટ્રેલિયા માટે ODI અને T20 ફોર્મેટમાં રમી ચૂક્યો છે. આ સિવાય તેણે આઈપીએલમાં પંજાબ કિંગ્સનું પ્રતિનિધિત્વ કર્યું છે. જો આપણે મેથ્યુ શોર્ટની ટી20 કારકિર્દી પર નજર કરીએ તો તેણે ઓસ્ટ્રેલિયા માટે 9 ટી20 મેચ રમી છે, જેમાં તેણે 175.96ની સ્ટ્રાઈક રેટ અને 22.88ની એવરેજથી 183 રન કર્યા છે જ્યારે IPLની 6 મેચમાં મેથ્યુ શોર્ટે 127.17ની સ્ટ્રાઈક રેટ અને 19.5ની એવરેજથી 117 રન બનાવ્યા છે.