શોધખોળ કરો
Advertisement
T20 World Cup: કઇ ટીમના કેપ્ટનને અંગ્રેજી ના આવડતા પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન પત્રકારો હંસવા લાગ્યા, મજેદાર વીડિયો વાયરલ
છેલ્લા બે દિવસથી સોશ્યલ મીડિયા પર એક વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયો પર હવે લોકો મીમ્સ પણ બનાવવા લાગ્યા છે.
T20 World Cup: અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન મોહમ્મદ નબી છેલ્લા બે દિવસથી સોશ્યલ મીડિયા પર એક વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયો પર હવે લોકો મીમ્સ પણ બનાવવા લાગ્યા છે. આ વીડિયોમાં એક પ્રેસ કૉન્ફરન્સનો છે, જેમાં મોહમ્મદ નબી પત્રકારોને અંગ્રેજીમાં સવાલો કરવાની ચોખ્ખી ના પાડી રહ્યો છે, નબી જેવો પ્રેસ કૉન્ફરન્સ સંબોધવા બેસે છે, કે તરતજ તે પત્રકારોને કહી દે છે કે અંગ્રેજીમાં સવાલો નહીં, કેમ કે....... જોકે, આ ઘટના જોઇને પત્રકારો પણ હંસવા લાગે છે.
વીડિયોમાં જોઇએ તો, મોહમ્મદ નબી પ્રેસ કૉન્ફરન્સને સંબોધવા જેવો ચેર પર બેસે છે, તેવો તે સવાલ કરી દે છે કે અંગ્રેજીમાં કેટલા સવાલો છે. કેમ કે પત્રકારોએ અંગ્રેજીમાં સવાલો કર્યા છે. આ દરમિયાન નબી કહેતો દેખાઇ રહ્યો છે કે, આ તેના માટે સૌથી મુશ્કેલ કામ છે, તે આગળ પણ કહે છે કે, બસ, 5 મિનીટમાં તેની બધી અંગ્રેજી ખતમ થઇ જશે. આ વીડિયો સોમવારે રમાયેલી અફઘાનિસ્તાન અને સ્કૉટલેન્ડ મેચ પહેલા થયેલી પ્રેસ કૉન્ફરન્સનો છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર હવે આ જોરદાર રીતે વાયરલ થઇ રહ્યો છે. બહુજ સાદાઇથી અંગ્રેજીને પોતાનો માથાનો દુઃખાવો ગણાવનારા મોહમ્મદ નબીની લોકો પ્રસંશા કરી રહ્યાં છે.
વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનની દમદાર શરૂઆત-
અફઘાનિસ્તાને ધમાકેદાર જીતની સાથે આ વર્લ્ડકપની શરૂઆત કરી છે, પોતાની પહેલી મેચમાં અફઘાનિસ્તાને સ્કૉટલેન્ડને 130 રનોના મોટા અંતરથી માત આપી. અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરતા સ્કૉટલેન્ડ સામે 191 રનોનુ લક્ષ્ય મુકી દીધુ હતુ. આના જવાબમાં સ્કૉટલેન્ડની ટીમ માત્ર 60 રનોના સ્કૉર પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે જ અફઘાનિસ્તાન આ મેચ જીતી ગઇ હતી. હવે આફઘાનિસ્તાનની આગળની મેચ 29 ઓક્ટોબરે પાકિસ્તાન સામે છે.
રાષ્ટ્રગાન વાગતા જ ઇમૉશનલ થઇ ગયા હતા અફઘાન ખેલાડીઓ-
અફઘાન ટીમનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, પરંતુ આ થોડો ઇમૉશનલ છે. ખરેખરમાં, મેચ પહેલા જ્યારે અફઘાનિસ્તાનનુ રાષ્ટ્રગાન વાગે છે તે દરમિયાન કેટલાક ખેલાડીઓ અને ફેન્સ રડતા દેખાયા, દેશના રાષ્ટ્રગાને તેમને ભાવુક કરી દીધા હતા. વીડિયોમાં કેપ્ટન નબી પોતાના આંસુ લુછતો દેખાઇ રહ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement