Deepak Chahar Marraige: ભારતીય ટીમનો ફાસ્ટ બોલર દીપક ચાહર ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે. ઈજાના કારણે આઈપીએલમાંથી બહાર થયેલા દીપક ચાહરના લગ્નની તારીખ સામે આવી છે. દીપક ચાહર તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે 1 જૂને લગ્ન કરશે. બંનેના લગ્નની કંકોતરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
દીપક ચાહરે તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને ગત વર્ષે આઈપીએલ મેચ દરમિયાન પ્રપોઝ કર્યુ હતું. તેણે મેચ પૂરી થયા બાદ ફિલ્મી સ્ટાઇલમાં ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યુ હતું. દીપકના પિતા લોકેંદ્ર સિંહ ચાહરે કહ્યું હતું કે, ઘણા સમયથી ગર્લફ્રેંડને પ્રપોઝ કરવા માંગતો હતો. પરંતુ પ્લેઓફ તબક્કામાં આમ કરવાની યોજના બનાવી હતી. તેણે સીએસકેના કેપ્ટન ધોનીના કહેવા પર મેચ પૂરી થયા બાદ જયાને પ્રપોઝ કર્યુ. દીપકના પિતાના કહેવા મુજબ આ ખૂબ શાનદાર ક્ષણ હતી કારણકે 180 દેશોએ બંનેની સગાઈ લાઈવ જોઈ હતી.
કોણ છે જયા ભારદ્વાજ
દીપક ચાહરની મંગેતર જયા ભારદ્વાજ રોડીઝ અને બિગ બોસ ફેમ કંટેસ્ટેંટ સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન છે. જયા ભારદ્વાજ દિલ્હીની કોર્પોરેટ ફર્મમાં કામ કરે છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પ્રાઇવેટ કર્યુ છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી રહેતી.
આ પણ વાંચો.........
જાણો કોણ છે સાંસદ ચંદ્ર આર્ય, જેમણે કેનેડાની સંસદમાં આપ્યું કન્નડમાં ભાષણ
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો ક્યારથી મળશે ગરમીમાં રાહત
જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ VHPનું પ્રથમ નિવેદન સામે આવ્યું, જાણો શું કહ્યું
Bollywood Vs South પર અક્ષય કુમારે કહ્યુ- દેશમાં ભાગલા પાડવાનું બંધ કરો