શોધખોળ કરો

Cheteshwar Pujara Century: ટીમ ઈન્ડિયામાંથી હકાલપટ્ટી થતાં જ પુજારાએ આપ્યો પસંદગીકારોને જવાબ, ફટકારી શાનદાર સદી

Duleep Trophy 2023: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચમાં પુજારા કંઈ ખાસ કરી શક્યો નહોતો. આ પછી તેને ટીમ ઈન્ડિયામાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો.

Duleep Trophy 2023 Cheteshwar Pujara Century:  ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ખેલાડી ચેતેશ્વર પુજારાને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં તક આપવામાં આવી નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચમાં પુજારા કંઈ ખાસ કરી શક્યો નહોતો. આ પછી તેને ટીમ ઈન્ડિયામાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. પરંતુ પુજારાએ હવે મેદાન પર શાનદાર વાપસી કરી છે. તેણે દુલીપ ટ્રોફી 2023ની મેચમાં સદી ફટકારી હતી. પુજારા આ ટૂર્નામેન્ટમાં વેસ્ટ ઝોન તરફથી રમી રહ્યો છે.

દુલીપ ટ્રોફી 2023ની પ્રથમ સેમિફાઇનલ મેચ વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન વચ્ચે રમાઈ રહી છે. પુજારા આ ટૂર્નામેન્ટમાં વેસ્ટ ઝોન તરફથી રમી રહ્યો છે. વેસ્ટ ઝોને પ્રથમ દાવમાં 220 રન બનાવ્યા હતા. હવે ટીમ બીજી ઇનિંગ રમી રહી છે. જેમાં પુજારાએ શાનદાર સદી ફટકારી હતી. તે 133 રન બનાવી રન આઉટ થયો હતો. પૂજારાએ 249 બોલનો સામનો કર્યો અને 14 ચોગ્ગા ફટકાર્યા. પૂજારાની સદીની મદદથી વેસ્ટ ઝોને બીજા દાવમાં 8 વિકેટ ગુમાવીને 275 રન બનાવ્યા હતા.

Cheteshwar Pujara Century: ટીમ ઈન્ડિયામાંથી હકાલપટ્ટી થતાં જ પુજારાએ આપ્યો પસંદગીકારોને જવાબ, ફટકારી શાનદાર સદી

વેસ્ટ ઝોન માટે બીજા દાવમાં પૃથ્વી શો અને પ્રિયંક પંચાલ ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન શો માત્ર 25 રન બનાવીને આઉટ થયો હતો. પંચાલ 15 રન બનાવીને ચાલ્યો ગયો હતો. સૂર્યકુમાર યાદવે શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 58 બોલનો સામનો કરીને 8 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા. સરફરાઝ ખાને 6 રન બનાવ્યા હતા. હેત પટેલે 51 બોલનો સામનો કરીને 27 રન બનાવ્યા હતા.

પુજારાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી હતી. તે ફાઈનલની પ્રથમ ઈનિંગમાં 14 રન અને બીજી ઈનિંગમાં માત્ર 27 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જેના કારણે ભારતે તેને ટીમમાંથી બહાર કરી દીધો હતો. પૂજારાને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમમાં સ્થાન મળ્યું ન હતું. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જુલાઈથી પ્રથમ ટેસ્ટ રમાશે. જ્યારે આ પછી બીજી મેચ 20 જુલાઈથી રમાશે.

Cheteshwar Pujara Century: ટીમ ઈન્ડિયામાંથી હકાલપટ્ટી થતાં જ પુજારાએ આપ્યો પસંદગીકારોને જવાબ, ફટકારી શાનદાર સદી

પુજારાએ 103 ટેસ્ટમાં 11 વખત અણનમ રહીને 7195 રન બનાવ્યા છે. જેમાં 19 સદી અને 35 અડધી સદી સામેલ છે. તેનો સર્વોચ્ચ સ્કોર 206 રન નોટઆઉટ છે. 5 વન ડેમાં તેણે 51 રન અને આઈપીએલની 30 મેચમાં 390 રન બનાવ્યા છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર

ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ

સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...

ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....

ABP Premium

વિડિઓઝ

Rajkot Video: લાલ કપડુ એટલે ખતરાનું નિશાન..રાજકોટ ગોંડલ ચોકડી બ્રિજનો વીડિયો વાયરલHun To Bolish : હું તો બોલીશ : શિકારની શોધમાં વનપ્રાણીHun To Bolish : હું તો બોલીશ : મારે નથી ઘસવા હીરા!Dwarka Video: દ્વારકાના ખંભાળિયામાં હોટેલમાં 2 યુવક અને 2 યુવતીઓ વચ્ચે બબાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    

ઈદ પર બેંકો ખુલ્લી રહેશે, RBIએ ૩૧ માર્ચની રજા કેમ રદ કરી? જાણો શેરબજાર ચાલુ રહેશે કે બંધ?

DC vs SRH Score: દિલ્હીએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, ફાક ડૂ પ્લેસીસની આક્રમક ફિફ્ટી

નાની ભૂલથી અટકી જશે રાશન! રેશન કાર્ડના આ નિયમો જાણી લો, નહીં તો નહીં મળે અનાજ

Embed widget