નવી દિલ્હીઃ દુનિયાના મહાન સ્પીનર શેન વૉર્નનુ 52 વર્ષની ઉંમરમાં જ નિધન થઇ ગયુ છે. તેના બૉલને રમવા દુનિયાના કોઇપણ બેટ્સમેન માટે આસાન ન હતા. કેમ કે ઓસ્ટ્રેલિયન બૉલર શેન વૉર્નને ક્રિકેટની દુનિયાનો જાદુય સ્પીનર કહેવામાં આવતો હતો. શેન વૉર્ન પોતાની ક્રિકેટ કેરિયરમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. પરંતુ અચાનક તેની વિદાયથી અનેક લોકોમાં તર્ક વિતર્ક થવા લાગ્યુ છે. પ્રથમ રિપોર્ટમાં શેન વૉર્નને હાર્ટ એટેક આવ્યાની વાત સામે આવી ચૂકી છે. જોકે હવે આ કડીમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે, અને તે છે થાઇલેન્ડ પોલીસને શેન વૉર્નના રૂમમાંથી લોહીના ડાઘા -ધબ્બા મળ્યા છે.
ખાસ વાત છે કે શેન વૉર્ન અચેતન અવસ્થામાં થાઇલેન્ડમાં પોતાના રૂમમાંથી બેભાન હાલતમાં મળ્યો હતો. તેને હાર્ટ એટેક આવ્યો હોવાની વાત પહેલાથી જ સામે આવી ચૂકી છે, અને હવે પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.
થાઈલેન્ડ પોલીસનુ કહેવુ છે કે, વોર્નનુ જે વિલામાં મોત થયુ હતુ ત્યાંથી લોહી મળી આવ્યુ છે.શેન વોર્નની મોત બાદ સ્થાનિક પોલીસે નિવેદનમાં કહ્યુ હતુ કે, વિલામાં મોટા પાયે લોહીના ધબ્બા મળી આવ્યા છે.કદાચ સીપીઆર આપવાના કારણે શેન વોર્નના મોઢામાંથી લોહી નિકળ્યુ હોય તેવુ બની શકે છે.
થાઈલેન્ડ પોલીસના કહેવા પ્રમાણે શેન વોર્નને એટેક આવ્યો તે પહેલા તેમને છાતીમાં ભારે દુખાવો થઈ રહ્યો હતો.વિલામાં જ્યારે તે મળી આવ્યા ત્યારે તેમને સીપીઆર આપવામાં આવ્યો હતો.
વોર્નના પરિવારે પોલીસને જાણકારી આપી છે કે, વોર્નને પહેલેથી જ અસ્થમા અને હાર્ટ સાથે જોડાયેલી તકલીફો હતી.કેટલાક દિવસો પહેલા વોર્ને હાર્ટની બીમારી અંગે ડોકટર સાથે પણ મુલાકાત કરી હતી.પોલીસે જોકે મોત અંગે હજી સુધી ચોક્કસ કારણ જણાવ્યુ નથી અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ કારણ જણાવાશે તેમ જણાવ્યુ છે.વોર્નના મૃતદેહનુ રવિવારે પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે.
આ પણ વાંચો..........
Petrol Price: આગામી 11 દિવસમાં 12 રુપિયા મોંઘુ થઈ જશે પેટ્રોલ-ડીઝલ! જલ્દી ફુલ કરાવી લો ગાડીની ટાંકી
યૂક્રેન યુદ્ધમાં પછાડવા આ મોટા દેશે બનાવ્યો 'પ્લાન ઓફ એક્શન', જાણો શું છે ?
VADODARA : પાદરામાં વિદેશથી આવેલા એક પાર્સલનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો, જાણો શું છે સમગ્ર મામલો
24 મહાનુભાવોનું 'ગુજરાતના અણમોલ રત્ન 2022'થી કરાયું સન્માન