આ ખેલાડીઓએ રોડ અકસ્માત બાદ કરી જોરદાર વાપસી, દુનિયા માટે બન્યા પ્રેરણાસ્ત્રોત
ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત 30 ડિસેમ્બર (શુક્રવાર) એટલે કે ગઈકાલે માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો
Cricketers comeback after accident: ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત 30 ડિસેમ્બર (શુક્રવાર) એટલે કે ગઈકાલે માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો. આ અકસ્માતમાં પંતને ઘણી જગ્યાએ ઈજા થઈ હતી અને તેની કારમાં આગ લાગી ગઈ હતી. જ્યારે આ ઘટના બની ત્યારે પંત દિલ્હીથી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો.
પંત હાલમાં દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ છે. પંતની વાપસી વિશે હજુ કંઈ કહી શકાય તેમ નથી. નિષ્ણાતો જણાવી રહ્યા છે કે તેને પુનરાગમન કરવામાં 3 થી 6 મહિનાનો સમય લાગી શકે છે. આવો જાણીએ આવા જ કેટલાક ક્રિકેટરો વિશે જેમણે કાર અકસ્માત બાદ શાનદાર વાપસી કરી હતી.
1 મોહમ્મદ શમી
ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી 2018માં રોડ અકસ્માતનો શિકાર બન્યો હતો. શમી દેહરાદૂનથી દિલ્હી તરફ જઈ રહ્યો હતો ત્યારે તેની કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેની જમણી આંખમાં કેટલાક ટાંકા આવ્યા હતા. થોડા સમય બાદ શમીએ જોરદાર વાપસી કરી હતી.
2 સાઈરાજ બહુતુલે
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સાઈરાજ બહુતુલે પણ કાર અકસ્માતનો ભોગ બન્યો હતો. સાઈરાજનો અકસ્માત મુંબઈમાં મરીન ડ્રાઈવ પાસે થયો હતો. આ અકસ્માત એટલો ખતરનાક હતો કે તેના મિત્રનું તેમાં મોત થયું હતું. આ અકસ્માત બાદ સાઈરાજના પગમાં સળિયો નાખવો પડ્યો હતો. આ અકસ્માતના લગભગ એક વર્ષ બાદ તેણે જોરદાર વાપસી કરી.
3 મસૂર અલી પટૌડી
પૂર્વ ભારતીય કેપ્ટન મસૂર અલી પટૌડી પણ એક વખત અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માત સમયે તેની ઉંમર 20 વર્ષની હતી. આ અકસ્માતમાં તેમણે જમણી આંખ ગુમાવી દીધી હતી. આ પછી પણ તેમણે મેદાન પર જોરદાર વાપસી કરી હતી.
4 કૌશલ લોકુરાચી
શ્રીલંકાના પૂર્વ સ્પિનર કૌશલ લોકુરાચી 2003માં માર્ગ અકસ્માતનો શિકાર બન્યા હતા. તેણે આ વર્ષે શ્રીલંકા માટે ડેબ્યૂ કર્યું હતું. આ અકસ્માતમાં તેના ખભામાં ઈજા થઈ હતી. આ ઘટના બાદ તેને શ્રીલંકા ક્રિકેટ બોર્ડે સસ્પેન્ડ કરી દીધો હતો. પણ તેણે વાપસી કરી હતી.
Rishabh Accident : ઉંઘ નહીં પણ આ કારણે સર્જાયો હતો અકસ્માત, ખુદ ઋષભ પંતે જ કર્યો ખુલાસો
Rishabh Pant Car Accident: ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર ઋષભ પંતના કાર અકસ્માત કેસમાં હવે મોટો ખુલાસો થયો છે. પંતે પોતે આ ખુલાસો કર્યો છે. અકસ્માત બાદ જ્યારે પંતને રૂડકીની સક્ષમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ પંતે કહ્યું હતું કે, ઉંઘનું ઝોકું આવી જવાના કારણે તેની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.
રૂરકી બાદ ઋષભ પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. પંતને મળવા માટે દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ની એક ટીમ પણ અહીં પહોંચી હતી. આ દરમિયાન ઋષભ પંતે ડીડીસીએના ડિરેક્ટર શ્યામ શર્માને મળીને નવો ખુલાસો કર્યો છે. શ્યામ શર્માએ એજન્સીને આ માહિતી આપી છે