Asia Cup 2022: એશિયન ક્રિકેટ કાઉન્સિલે શનિવારે એશિયા કપ 2022ની તારીખોનુ એલાન કરી દીધુ છે. આગામી એશિયા કપ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બરની વચ્ચે શ્રીલંકામાં રમાશે. આ ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. આની ક્વૉલિફાયર મેચો 20 ઓગસ્ટ 2022 થી શરૂ થશે.


એસીસીએ જોકે હજુ સુધી આના શિડ્યૂલની જાહેરાત નથી કરી. 2016 બાદ પહેલીવાર આ ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. 2018માં છેલ્લીવાર એશિયા કપનુ આયોજન થયુ હતુ. તે દરમિયાન 50 ઓવરના ફોર્મેટમાં રમાયેલી આ ટૂર્નામેન્ટ ભારતે જીતી હતી. 


7 વાર એશિયા કપનો ખિતાબ જીતી ચૂકેલી ટીમ ઇન્ડિયાની નજર આ વખતે 8માં ખિતાબ જીતીને જીતની હેટ્રિક પર રહેશે. ભારત વર્ષ 2016 અને 2018 માં સળંગ બે વખત ચેમ્પીયન બની ચૂક્યુ છે. 


એશિયા કપ ટૂર્નામેન્ટનું આયોજન દર બે વર્ષે થાય છે, પરંતુ 2020ની એડિશનને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)એ કૉવિડ-19ના કારણે રદ્દ કરી દીધી હતી. આ કારણે સમિતિએ ટૂર્નામેન્ટને આ વર્ષે આયોજિત કરવાનો નિર્ણય કર્યો. 










---


આ પણ વાંચો........ 


યોગી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આ દિવસે સાંજે 4 વાગ્યે યોજાશે, જાણો સમારોહ આયોજનની વિગતો


IPLમાં માત્ર 3 ખેલાડીઓએ જ એક ઓવરમાં ફટકારી છે 5 સિક્સર, 3 માંથી બે તો છે ભારતીય


કેન્દ્રીય મંત્રીનો મોટો દાવોઃ મહારાષ્ટ્ર સરકારના 25 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં


ધૂળેટીએ માતમઃ ગુજરાતમાં 16 લોકો ડૂબ્યા, ભાણવડમાં 5, કઠલાલમાં 4 ડૂબ્યા


Coronavirus: ચીનમાં કોરોનાનો ફફડાટ, એક વર્ષ બાદ કોવિડ-19થી બે સંક્રમિતોના મોત


Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 2075 નવા કેસ નોંધાયા, 71 સંક્રમિતોના મોત