(Source: ECI/ABP News/ABP Majha)
2nd T20I: આજની મેચમાં ટૉસ બનશે બૉસ ? જાણો અહીં પહેલા બેટિંગ કે બૉલિંગ શું છે ફાયદાકારક, જુઓ આંકડા.....
નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોરિએશન સ્ટેડિયમમાં ટૉસ હંમેશા નિર્ણાયક ભૂમિકામાં રહ્યો છે. અહીં ટૉસ જીતનારી ટીમનો કેપ્ટન પહેલા બેટિંગ કરવાનો પસંદ કરે છે
Toss Importance in IND vs AUS 2nd T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS)ની વચ્ચે નાગપુરમાં આજે સીરીઝની બીજી ટી20 મેચ રમાશે. નાગપુર ગ્રાઉન્ડમાં આ પહેલી મેચ છે. સીરીઝમાં પ્રથમ મેચ હારીને ભારતીય ટીમ બેકફૂટ પર છે, આજે ભારતીય ટીમ માટે કરો યા મરોની સ્થિતિ છે, જો મેચ હારી જાય છે તો સીરીઝ ગુમાવવાનો વારો આવી શકે છે, બીજુ બાજુ કાંગારુ ટીમ જીત સીરીઝ પર કબજો જમાવવા પ્રયાસ કરશે. પરંતુ આ બધાની વચ્ચે આજે કિસ્મત ખાસ કરીને ટૉસ પર નિર્ભર રહેશે. કેમ કે આજે ટૉસ મેચ માટે બૉસ બની શકે છે.
ખરેખરમાં, નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોરિએશન સ્ટેડિયમમાં ટૉસ હંમેશા નિર્ણાયક ભૂમિકામાં રહ્યો છે. અહીં ટૉસ જીતનારી ટીમનો કેપ્ટન પહેલા બેટિંગ કરવાનો પસંદ કરે છે, અને આ ફેંસલો મહદઅંશે સાચા સાબિત થાય છે. અહીં રમાયેલી મેચમાં પહેલી બેટિંગ કરનારી ટીમને 75% સફળતા મળી છે.
નાગપુરમાં અત્યારે સુધી 12 ટી20 ઇન્ટરનેશન મેચ રમાઇ છે. આમાં 9 વાર પહેલા બેટિંગ કરનારી ટીમને જીત મળી છે. ટીમ ઇન્ડિયાએ અહીં જે ચાર મેચ રમી છે,જેમાં પહેલા બેટિંગ કરવા પર જીત અને બીજી બેટિંગ કરવા પર હારનો સામનો કર્યો છે. ટીમ ઇન્ડિયાએ આ મેદાન પર બે મેચ જીતી છે અને બે મેચ હારી છે.
આવી છે નાગપુરની પીચ -
નાગપુરના મેદાનમાં હંમેશા બૉલરોને સારી મદદ મળી છે, અહીં પહેલા બેટિંગ કરનારી ટીમનો એવરેજ સ્કૉર 151 રહ્યો છે. બીજી ઇનિંગમાં ઓછા સ્કૉરને ચેજ કરવો પણ કઠીન સાબિત થાય છે. 6 વર્ષ પહેલા અહીં એક મેચમાં ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા માત્ર 126 રન બનાવ્યા હતા, પરંતુ ભારતીય ટીમ બીજી ઇનિંગમાં આ નાના લક્ષ્યને પણ ચેઝ નહતી કરી શકી. આ મેચમાં ટીમ ઇન્ડિયા માત્ર 79 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે હેડ ટૂ હેડ રેકોર્ડ -
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી 24 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ છે. આમાં ભારતનુ પલડુ ભારે રહ્યું છે, ભારતે 13 મેચ જીતી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ માત્ર 10 મેચોમાં જ જીત હાંસલ કરી છે. જોકે, એક મેચ પરિણામ વિનાની રહી છે.
પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર થશે ?
મોહાલીમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ઓસ્ટ્રેલિયાની આખી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં તેની ટીમમાં કોઈપણ ફેરફારનો અવકાશ નહિવત છે. અહીં ટીમ ઈન્ડિયામાં એક ફેરફાર નિશ્ચિત માનવામાં આવે છે. ઉમેશ યાદવની જગ્યાએ જસપ્રીત બુમરાહ પ્લેઇંગ-11માં જોવા મળી શકે છે.
આવી હશે બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ભારતીય ટીમ- રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયન ટીમ - એરોન ફિન્ચ (કેપ્ટન), જૉસ ઇંગલિસ, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મેથ્યૂ વેડ (વિકેટકીપર), ટિમ ડેવિડ, કેમરુન ગ્રીન, એડમ જામ્પા, પેટ કમિન્સ, જૉસ હેઝલવુડ, નાથન એલિસ.