શોધખોળ કરો

સદી ફટકારતા ટ્રેવિસ હેડે બનાવ્યો આ રેકોર્ડ, 147 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં આવુ કરનારો પ્રથમ બેટ્સમેન 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ ગાબામાં  રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

Travis Head Century: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ ગાબામાં  રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચના પહેલા દિવસે વરસાદ  વિલન બન્યો અને માત્ર 13.2 ઓવર જ રમાઈ શકી. બીજા દિવસે જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને ઝડપથી પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પરંતુ આ પછી ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથ ક્રિઝ પર ઉભા રહ્યા અને ઓસ્ટ્રેલિયન ટીમને કોઈ ઝટકો લાગવા દીધો નહીં. હેડે જોરદાર સદી ફટકારી હતી અને તે હજુ પણ ક્રિઝ પર હાજર છે.

ઓસ્ટ્રેલિયન ટીમ સંકટમાંથી બહાર

ટ્રેવિસ હેડે ઇનિંગ્સની શરૂઆતથી જ શાનદાર બેટિંગ કરી હતી અને ભારતીય બોલરોને તેની સામે કોઈ તક મળી ન હતી. તે પિચ પર દિવાલની જેમ ઊભો રહ્યો, જ્યાં ભારતીય બોલરોને સફળતા ન મળી. તે 152 રન બનાવીને આઉટ થયો હતો.  તેણે પોતાની ઇનિંગમાં 18 ચોગ્ગા ફટકાર્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં આ તેની 9મી સદી છે. તેની સદીના કારણે જ ઓસ્ટ્રેલિયા બે વિકેટ ગુમાવ્યા બાદ સંકટમાંથી બહાર આવી શક્યું હતું.

ભારત સામે ત્રીજી સદી ફટકારી

ટ્રેવિસ હેડ હંમેશા ભારતીય ટીમ સામે ઘણા રન બનાવે છે અને તેનું બેટ ખૂબ જ સારી રીતે ચાલે છે. ટીમ ઈન્ડિયા સામે આ તેની એકંદરે ત્રીજી સદી છે. 

સદી ફટકારીને કમાલ કર્યો

ટ્રેવિસ હેડ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ બેટ્સમેન બની ગયો છે, જેણે એક જ કેલેન્ડર વર્ષમાં એક જ મેદાન પર કિંગ પેયર (ટેસ્ટની બંને ઇનિંગ્સમાં પ્રથમ બોલ પર શૂન્ય પર આઉટ થઈ જવું) અને બાદમાં સદી ફટકારી હોય. તેના પહેલા કોઈ ટેસ્ટમાં આવું કરી શક્યું ન હતું.

ટ્રેવિસ હેડ જાન્યુઆરી 2024માં બ્રિસ્બેનના ગાબા મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાં બંને દાવમાં પ્રથમ શૂન્ય પર આઉટ થયો હતો. એટલે કે કિંગ પેયર.
હવે ડિસેમ્બર 2024માં ટ્રેવિસ હેડે બ્રિસ્બેનના ગાબા મેદાન પર ભારત વિરુદ્ધ સદી ફટકારી છે. તે ગાબા મેદાન પર હંમેશા સારું પ્રદર્શન કરે છે અને અત્યાર સુધીમાં તેણે બે સદી સહિત કુલ 452 રન બનાવ્યા છે.

તેણે વર્ષ 2018માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું

ટ્રેવિસ હેડે 2018માં ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં તેના પ્રદર્શનમાં સુધારો થયો છે. અત્યાર સુધી તેણે 52 ટેસ્ટ મેચોમાં કુલ 3533 રન બનાવ્યા છે અને તે ઓસ્ટ્રેલિયન બેટિંગ ઓર્ડરમાં મહત્વની કડી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

India-UK Free Trade Agreement: ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર, જાણો શું થશે ફાયદા
India-UK Free Trade Agreement: ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર, જાણો શું થશે ફાયદા
કેજરીવાલે દેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં લગાવ્યા નારા, 'જેલ કે તાલે તુટેંગે, ચૈતર વસાવા છૂટેંગે' 
કેજરીવાલે દેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં લગાવ્યા નારા, 'જેલ કે તાલે તુટેંગે, ચૈતર વસાવા છૂટેંગે' 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, ત્રણ ત્રણ સિસ્ટમ થઈ સક્રિય
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, ત્રણ ત્રણ સિસ્ટમ થઈ સક્રિય
Advertisement

વિડિઓઝ

Jetpur-Porbandar Rain: જેતપુર-પોરબંદર નેશનલ હાઈવે પર ભારે વરસાદ | Rain Updates | 24-7-2025
Ahmedabad: મેટ્રોના મુસાફરો માટે ગુડ ન્યૂઝ, આ રૂટ પર દર 7 મીનિટે મળશે મેટ્રો
Rajkot News: નાયબ કલેક્ટરનું તઘલખી ફરમાન, શ્રાવણ માસ દરમિયાન 4 શિક્ષકોને સ્થળ પર હાજર રહેવા હુકમ
Rajkot-Morbi:રાજકોટ-મોરબી હાઈવે પર રખડતા ઢોરોનું સામ્રાજ્ય, જુઓ રિયાલિટી ચેક
Gujarat ATS In Action: આતંકવાદ પર ATSની સ્ટ્રાઈક, આરોપીઓ કરતા હતા આવા કામ; જુઓ વીડિયોમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-UK Free Trade Agreement: ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર, જાણો શું થશે ફાયદા
India-UK Free Trade Agreement: ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર, જાણો શું થશે ફાયદા
કેજરીવાલે દેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં લગાવ્યા નારા, 'જેલ કે તાલે તુટેંગે, ચૈતર વસાવા છૂટેંગે' 
કેજરીવાલે દેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં લગાવ્યા નારા, 'જેલ કે તાલે તુટેંગે, ચૈતર વસાવા છૂટેંગે' 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, ત્રણ ત્રણ સિસ્ટમ થઈ સક્રિય
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, ત્રણ ત્રણ સિસ્ટમ થઈ સક્રિય
Rent Agreement: મકાનનો ભાડા કરાર હંમેશા 11 મહિનાનો જ કેમ ? જાણો શું છે નિયમ
Rent Agreement: મકાનનો ભાડા કરાર હંમેશા 11 મહિનાનો જ કેમ ? જાણો શું છે નિયમ  
Russian Plane:  50 મુસાફરો સાથેનું રશિયન વિમાન ક્રેશ, તમામના મોતની આશંકા
Russian Plane: 50 મુસાફરો સાથેનું રશિયન વિમાન ક્રેશ, તમામના મોતની આશંકા
અંગૂઠામાં ફેક્ચર થતા ટીમ ઈન્ડિયામાંથી બહાર થયો પંત, આ ખેલાડીની અચાનક લાગી લોટરી
અંગૂઠામાં ફેક્ચર થતા ટીમ ઈન્ડિયામાંથી બહાર થયો પંત, આ ખેલાડીની અચાનક લાગી લોટરી
કંબોડિયા પર છ ફાઈટર જેટથી થાઈલેન્ડનો હવાઈ હુમલો, એક નાગરિકનું મોત
કંબોડિયા પર છ ફાઈટર જેટથી થાઈલેન્ડનો હવાઈ હુમલો, એક નાગરિકનું મોત
Embed widget