(Source: ECI/ABP News/ABP Majha)
ટી20 વર્લ્ડકપની ટીમ કૉમ્બિનેશન પર અઝરુદ્દીનનો પિત્તો ગયો, ગુસ્સામાં આવીને શું કરી દીધુ ટ્વીટ, જુઓ
ટી20 વર્લ્ડકપ 2022 માટે ભારતીય ટીમના ટીમ કૉમ્બિનેશન પર અઝરુદ્દીને ગુસ્સો ઠાવલ્યો, અઝરુદ્દીને ભારતીય ટીમમાં મોહમ્મદ શમી અને શ્રેયસ અય્યરને સામેલ ના કરવા મામલે ઝાટકણી કાઢી છે.
Mohammad Azharuddin Surprised Over India Squad Selection: આગામી મહિનાથી આઇસીસી ટી20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં શરૂ થઇ રહ્યો છે. આ પહેલા જ મોટાભાગના દેશોએ પોતાની વર્લ્ડકપ સ્ક્વૉડને જાહેર કરી દીધી છે. જોકે, ગઇકાલે ભારતીય ક્રિકેટ બોર્ડે પણ પોતાની ટીમને જાહેર કરી દીધી. ભારતીય ટીમની જાહેરાત થતાંની સાથે જ કેટલાક દિગ્ગજો ટીમ સિલેક્શન અને ટીમ કૉમ્બિનેશન પર સવાલો ઉઠાવવા લાગ્યા હતા. આ મામલામાં પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીનનુ નામ પણ છે.
ટી20 વર્લ્ડકપ 2022 માટે ભારતીય ટીમના ટીમ કૉમ્બિનેશન પર મોહમ્મદ અઝરુદ્દીને એક ટ્વીટ કરીને ગુસ્સો ઠાવલ્યો, અઝરુદ્દીને ભારતીય ટીમમાં મોહમ્મદ શમી અને શ્રેયસ અય્યરને સામેલ ના કરવા મામલે ઝાટકણી કાઢી છે. ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ શમી અને શ્રેયસ અય્યર ભારતીયની મુખ્ય સ્ક્વૉડમાં નથી પરંતુ સ્ટેન્ડ બાય તરીકે રાખવામા આવ્યા છે.
પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીને (Mohammad Azharuddin) ગુસ્સામાં ટ્વીટ કરીને લખ્યું- ટી20 વર્લ્ડકપના 15 સભ્યોની ટીમમાં મોહમ્મદ શમી (Mohammed Shami) અને શ્રેયસ અય્યર (Shreyas Iyer)ને ના જોઇને હું દુઃખી છું. અઝરુદ્દીને આગળ લખ્યું- મારા મતે શ્રેયસ અય્યરને દીપક હુડ્ડાની જગ્યાએ તો મોહમ્મદ શમીને હર્ષલ પટેલની જગ્યાએ ટીમમાં હોવુ જોઇએ.
Shreyas Iyer instead of Deepak Hooda and Md. Shami in the place of Harshal Patel would be my choice.
— Mohammed Azharuddin (@azharflicks) September 12, 2022
ઉલ્લેખનીય છે કે, અઝરુદ્દીનના આ ટ્વીટ બાદ સોશ્યલ મીડિયા પર ધમાલ મચી ગઇ ફેન્સ આના પર રિએક્શન આપવા લાગ્યા હતા, કેટલાક લોકો અઝરુદ્દીનની વાતના પક્ષમાં હતા, તો કેટલાક અઝરુદ્દીનને ટ્રૉલ કરી રહ્યાં હતા.
T20 World Cup Team India Squad: ટી20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ જાહેર થઈ, 4 ગુજરાતીને મળ્યું સ્થાન -
Team India Squad: બીસીસીઆઈ દ્વારા આજે T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર. કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઓસ્ટ્રેલિયામાં રમાનાર 2022 T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને જગ્યા મળી છે. તે જ સમયે જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલની ટીમમાં વાપસી થઈ છે.
આ ખેલાડીઓને રખાયા સ્ટેન્ડબાયઃ -
આ સાથે જ બીસીસીઆઈએ 4 ખેલાડીઓને સ્ટેન્ડબાય પ્લેયર તરીકે ટીમમાં લીધા છે. આ સ્ટેન્ડબાય ખેલાડીઓમાં મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવી વિશ્નોઈ અને દીપક ચહરનો સમાવેશ થાય છે. અહીં ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજા પોતાની ઘૂંટણી ઈજાના કારણે તેનું ઓપરેશન કરાવું પડ્યું હતું. જે બાદ હાલ જાડેજા આરામ પર છે અને તેને ટીમમાં સ્થાન નથી આપવામાં આવ્યું.
વર્લ્ડ કપની ટીમમાં ચાર ફાસ્ટ બોલરોને સ્થાન મળ્યું -
BCCIએ 2022 T20 વર્લ્ડ કપની ટીમમાં ચાર ફાસ્ટ બોલરોનો સમાવેશ કર્યો છે. તેમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ અને અર્શદીપ સિંહ છે. સાથે જ આ ટીમમાં રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ અને અક્ષર પટેલ સ્પિન વિભાગ સંભાળશે.
દિનેશ કાર્તિક અને પંત બંનેને સ્થાન મળ્યું -
ઋષભ પંત અને દિનેશ કાર્તિક બંનેને 2022 T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય દીપક હુડ્ડા પણ આ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. બીજી તરફ કેએલ રાહુલને વાઇસ કેપ્ટન્સી મળી છે.