શોધખોળ કરો

U19 WC 2024 : પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ માટે આ ખેલાડીઓ વચ્ચે જંગ થશે, ICCએ યાદી જાહેર કરી 

અંડર-19 વર્લ્ડ કપ 2024 (ICC Under 19 cricket world cup2024) હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 11 ફેબ્રુઆરીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે.

અંડર-19 વર્લ્ડ કપ 2024 (ICC Under 19 cricket world cup2024) હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 11 ફેબ્રુઆરીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ વર્ષે ચાહકોને ઘણી રોમાંચક મેચ જોવા મળી છે. આ દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે શોર્ટલિસ્ટ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. અંડર-19 વર્લ્ડ કપ 2024ની પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ માટે તેમની વચ્ચે જંગ થવાનો છે.

આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં કુલ આઠ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તેમાં ભારતીય ટીમના ત્રણ ખેલાડીઓના નામ સામેલ છે. આ લિસ્ટમાં આફ્રિકન ફાસ્ટ બોલર ક્વેન મફાકાનું નામ નંબર વન છે. આ યુવા બોલરે સેમીફાઈનલ સુધી 21 વિકેટ પોતાના નામે કરી હતી. તેણે આ સિઝનમાં ત્રણ વખત ફાઈફર જીતી હતી. એક સિઝનમાં આવું કરનાર તે પ્રથમ બોલર છે.

પાકિસ્તાનના ફાસ્ટ બોલર ઉબેદ શાહે આ સિઝનમાં 18 વિકેટ પોતાના નામે કરી હતી. તેને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય સ્પિન બોલર સૌમી પાંડેનું નામ ત્રીજા નંબર પર છે. તેણે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 2.44ની ઈકોનોમીથી 17 વિકેટ ઝડપી છે.  મુશીર ખાન ચોથા નંબર પર છે. તેનું બેટ અત્યાર સુધી ઘણું સારું ચાલ્યું છે. અત્યાર સુધીમાં તેણે બે સદીની મદદથી 338 રન બનાવ્યા છે. કેરેબિયન બેટ્સમેન જ્વેલ એન્ડ્ર્યુનું નામ પાંચમા નંબર પર છે. તેણે વર્લ્ડ કપમાં 207 રન બનાવ્યા છે.

છઠ્ઠા નંબર પર કાંગારૂ ટીમના કેપ્ટન હ્યુ વાબેગેનનું નામ છે. તેણે અંડર-19 વર્લ્ડ કપની આ સિઝનમાં 256 રન બનાવ્યા છે. ભારતીય ટીમના બેટ્સમેન ઉદય સહારનનું નામ સાતમા નંબર પર છે. તેણે આ ટૂર્નામેન્ટમાં 389 રન બનાવ્યા છે. ICC દ્વારા પસંદ કરવામાં આવેલ છેલ્લો અને આઠમો બેટ્સમેન સ્ટીવ સ્લોક છે. તેણે અંડર-19 વર્લ્ડ કપમાં 228 રન બનાવ્યા હતા. 

ભારતીય ખેલાડીઓએ U19 વિશ્વ કપ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય બોલરો સિવાય બેટ્સમેનોએ વિરોધી ટીમોને કોઈ તક આપી ન હતી. તેથી અત્યાર સુધી ટીમ ઈન્ડિયાને ટૂર્નામેન્ટમાં હારનો સામનો કરવો પડ્યો નથી. ભારતીય ટીમ ટાઈટલ મેચમાં પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial      

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન!, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન!, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન!, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન!, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
IND vs SA Final: ફાઇનલ પર વરસાદનો ખતરો, જો મેચ રદ્દ થશે તો જાણો કોણ બનશે ચેમ્પિયન?
IND vs SA Final: ફાઇનલ પર વરસાદનો ખતરો, જો મેચ રદ્દ થશે તો જાણો કોણ બનશે ચેમ્પિયન?
Embed widget