શોધખોળ કરો

15 વર્ષની ઉંમરે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી? જાણો IPL 2026 ના સ્ટાર વૈભવ સૂર્યવંશી કોની જગ્યા લેશે!

BCCI આયર્લેન્ડ પ્રવાસ માટે યુવા ખેલાડીને આપી શકે છે તક; જો ડેબ્યૂ થશે તો તૂટશે સચિન તેંડુલકરનો સૌથી નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનો વર્ષો જૂનો રેકોર્ડ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.
  • ૧૫ વર્ષીય વૈભવ આયર્લેન્ડ પ્રવાસ પર ડેબ્યૂ કરી શકે છે.
  • સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી સૌથી યુવા ખેલાડી બની શકે.
  • યુવા ખેલાડીઓને તક આપી ટીમ ઈન્ડિયા ઓપનિંગ કરાવી શકે.

Vaibhav Suryavanshi India Debut: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એક એવું પ્લેટફોર્મ છે જે રાતોરાત યુવા ખેલાડીઓને સ્ટાર બનાવી દે છે. IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ડેબ્યૂમાં જ 4 4 વિકેટ લેનાર પ્રફુલ હિંગે અને શાકિબ હુસૈન હોય કે પછી બેટિંગમાં તબાહી મચાવનાર વૈભવ સૂર્યવંશી, આ યુવાઓ અત્યારે ક્રિકેટ જગતમાં છવાયેલા છે. સતત બીજા વર્ષે IPL માં ધમાલ મચાવ્યા બાદ હવે સમાચાર છે કે BCCI માત્ર 15 વર્ષના આ તોફાની બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરવાની તક આપી શકે છે. પોતાની નાનકડી IPL કરિયરમાં જ 228.28 ના ખતરનાક સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરનાર વૈભવ જો ટીમમાં આવે છે, તો સવાલ એ છે કે તે કોની જગ્યા લેશે? ચાલો સમજીએ આખું સમીકરણ.

15 વર્ષની ઉંમરે તોડશે સચિનનો રેકોર્ડ?

રિપોર્ટ્સનું માનીએ તો, BCCI આગામી આયર્લેન્ડ પ્રવાસ માટે વૈભવ સૂર્યવંશીની પસંદગી કરવાના મૂડમાં છે. IPL 2026 પૂરું થયાના થોડા અઠવાડિયા પછી જ ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ સામે 26 અને 28 જૂને 2 T20 મેચોની સિરીઝ રમવાની છે. જો આ પ્રવાસમાં વૈભવને તક મળશે, તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી બની જશે. હાલમાં તેની ઉંમર માત્ર 15 વર્ષ છે, જ્યારે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે 16 વર્ષની ઉંમરે પોતાનું ડેબ્યૂ કર્યું હતું. વૈભવના આંકડા પણ જોરદાર છે; તેણે માત્ર 12 IPL મેચોમાં 1 સદી અને 3 અર્ધસદી ફટકારીને કુલ 452 રન બનાવ્યા છે.

ટીમમાં કોની જગ્યા લેશે વૈભવ?

હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે જો વૈભવ ટીમમાં આવશે, તો તે કોની જગ્યાએ રમશે? 2026 નો T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમની સ્થિતિ જોઈએ તો, ટોપ ઓર્ડરમાં અભિષેક શર્મા, સંજુ સેમસન અને ઈશાન કિશન જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યા છે. આ ત્રણેય 2028 ના T20 વર્લ્ડ કપ માટે પણ ટીમમાં પોતાનું સ્થાન લગભગ પાકું કરી લીધું છે અને સિનિયર તરીકે મોટી ભૂમિકા નિભાવી રહ્યા છે.

ઓપનિંગ કરવાની મળી શકે છે તક

પરંતુ, આયર્લેન્ડ પ્રવાસનું સમીકરણ થોડું અલગ હોઈ શકે છે. શક્યતા એવી છે કે BCCI આ નાનકડા પ્રવાસ માટે સિનિયર ખેલાડીઓને આરામ આપીને એકદમ યુવા ટીમ મોકલે. જો આમ થશે, તો સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં વૈભવને ટીમ ઈન્ડિયા માટે સીધી ઇનિંગની શરૂઆત (ઓપનિંગ) કરવાની તક મળી શકે છે. જો ભવિષ્યમાં 2028 ના T20 વર્લ્ડ કપના પ્લાનિંગમાં વૈભવને સામેલ કરવામાં આવે, તો ટીમ મેનેજમેન્ટ તેને કયા નંબર પર બેટિંગ કરાવશે તે જોવું ખરેખર રસપ્રદ બની રહેશે.

Frequently Asked Questions

વૈભવ સૂર્યવંશી કોણ છે?

વૈભવ સૂર્યવંશી IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમ્યા છે. તેઓ 15 વર્ષના યુવા બેટ્સમેન છે અને 228.28 ના ખતરનાક સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરે છે.

શું વૈભવ સૂર્યવંશી ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરશે?

BCCI આગામી આયર્લેન્ડ પ્રવાસ માટે વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરવાની તક આપી શકે છે. જો આમ થશે, તો તે ભારત માટે ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી બનશે.

વૈભવ સૂર્યવંશીના આંકડા શું છે?

વૈભવ સૂર્યવંશીએ 12 IPL મેચોમાં 1 સદી અને 3 અર્ધસદી સાથે કુલ 452 રન બનાવ્યા છે. તેમનો સ્ટ્રાઈક રેટ 228.28 છે.

જો વૈભવ ટીમમાં આવશે તો કોની જગ્યા લેશે?

ટોપ ઓર્ડરમાં અભિષેક શર્મા, સંજુ સેમસન અને ઈશાન કિશન સારા ફોર્મમાં છે. જો સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવે તો વૈભવને ઓપનિંગ કરવાની તક મળી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Embed widget