શોધખોળ કરો
Advertisement
બાપ બન્યા બાદ કોહલીએ સોશિયલ મીડિયા પર બદલ્યો બાયો, જાણો શું લખ્યું
વિરાટે તેની પત્ની અને પુત્રી માટેના પ્રેમને એ રીતે વ્યક્ત કર્યો છે કે ફેંસને ઘણો પસંદ પડી રહ્યો છે.
અનુષ્કા શર્મા તાજેતરમાં જ માતા બની છે. આ ખુશખબરી ખુદ તેના પતિ વિરાટ કોહલીએ ફેંસ સાથે શેર કરી હતી. હાલ ફેંસ બાળકના નામની અને તેની એક ઝલકની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર કોહલીએ બાયો બદલ્યો છે.
વિરાટે તેની પત્ની અને પુત્રી માટેના પ્રેમને એ રીતે વ્યક્ત કર્યો છે કે ફેંસને ઘણો પસંદ પડી રહ્યો છે. વિરાટે સોશિયલ મીડિયા પર અનુષ્કા સાથેના ફોટો પ્રોફાઇલ પિક તરીકે જાળવી રાખ્યો છે.
વિરાટ અનુષ્કાએ તેમની દીકરીનું નામ અનવી (Anvi) રાખ્યું છે. જે અનુષ્કા અને વિરાટના નામથી મળીને બન્યું છે. અનવી હિન્દુ ધર્મનું નામ છે અને ખૂબ શુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મી પણ આ નામથી ઓળખવામાં આવે છે.
11 જાન્યુઆરીએ પપ્પા બન્યાની ખુશખબરી આપતાં કોહલીએ લખ્યું, અમને બંનેને જણાવતા ખૂબ ખુશી થાય છે કે આજે બપોરે અમારે ત્યાં પુત્રીનો જન્મ થયો છે. તમારા પ્રેમ અને શુભકામાના માટે દિલથી આભારી છું. અનુષ્કા અને પુત્રી, બંને સ્વસ્થ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement