શોધખોળ કરો

લાખો ક્રિકેટ ફેન્સના દિલ તૂટ્યા! ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ફ્લોપ

એજબેસ્ટનમાં 259 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાના બંને દિગ્ગજો સસ્તામાં પેવેલિયન પરત ફર્યા, ઇંગ્લેન્ડની નાટકીય બેટિંગ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ટોસ જીતી ઇંગ્લેન્ડ 61/0 થી 107/6 થયું, સંકટમાં મુકાયું.
  • જો રૂટ અને ડોસને સદીની ભાગીદારી કરી, 258 રન બનાવ્યા.
  • ભારત તરફથી અક્ષર પટેલે 4 વિકેટ ઝડપી, બોલરો ચમક્યા.
  • 259 રન ચેઝમાં રોહિત-કોહલી નિષ્ફળ, ચાહકો નિરાશ થયા.

India vs England 1st ODI: બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ વનડે મેચમાં લાખો ભારતીય ક્રિકેટ ચાહકોના દિલ તૂટી ગયા છે. ફેન્સ જે બે દિગ્ગજ ખેલાડીઓ - રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસેથી મોટી ઇનિંગ્સની આશા રાખી રહ્યા હતા, તેઓ બંને આ મેચમાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા છે અને તેમના બેટ એકદમ શાંત રહ્યા છે.

બંને સ્ટાર બેટ્સમેનોનું કંગાળ પ્રદર્શન

ઇંગ્લેન્ડે આપેલા 259 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાને સારી શરૂઆતની જરૂર હતી, પરંતુ એવું થઈ શક્યું નહીં. કેપ્ટન રોહિત શર્મા 21 બોલ રમીને માત્ર 11 રન જ બનાવી શક્યો, જેમાં તેણે ફક્ત 1 ચોગ્ગો ફટકાર્યો. બીજી તરફ, ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલો 'રન મશીન' વિરાટ કોહલી પણ માત્ર 6 બોલમાં 1 ચોગ્ગાની મદદથી 5 રન બનાવીને સસ્તામાં પેવેલિયન ભેગો થઈ ગયો. ચાહકોને આશા હતી કે આ બંનેમાંથી કોઈ એક ખેલાડી છેક સુધી અણનમ રહીને ટીમને જીત અપાવશે, પરંતુ તેમની આશા પર પાણી ફરી વળ્યું.

નોંધનીય છે કે, લાંબા સમય બાદ આ બંને સ્ટાર ખેલાડીઓ વનડે ફોર્મેટમાં રમતા જોવા મળ્યા હતા. રોહિત છેલ્લે જૂનમાં અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝમાં રમ્યો હતો, જ્યારે વિરાટ કોહલીએ આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે વનડે રમી હતી.

આ પણ વાંચોઃ IND vs ENG 1st ODI: એજબેસ્ટનમાં ઇંગ્લેન્ડની બેટિંગ, ભારતની પ્લેઇંગ 11માં મોટો ઉલટફેર

ઇંગ્લેન્ડની ઇનિંગ્સમાં ડ્રામા અને જો રૂટની શાનદાર રિકવરી

આ પહેલા, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમની ઇનિંગ્સ ખૂબ જ નાટકીય રહી હતી. એક સમયે વિના વિકેટે 61 રન બનાવનાર ઇંગ્લેન્ડે માત્ર 107 રનના સ્કોર પર પોતાના 6 મુખ્ય બેટ્સમેનો ગુમાવી દીધા હતા. ત્યારે એવું લાગતું હતું કે તેઓ 150 રન પણ નહીં બનાવી શકે. પરંતુ લિયામ ડોસન અને જો રૂટે બાજી સંભાળી અને સાતમી વિકેટ માટે 134 બોલમાં 121 રનની શાનદાર પાર્ટનરશિપ કરીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી. આખરે ઇંગ્લેન્ડની ટીમ 47.5 ઓવરમાં 258 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ.

અક્ષર પટેલનો તરખાટ

ભારત તરફથી શાનદાર બોલિંગ કરતા અક્ષર પટેલે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત યુવા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા અને ગુરનુર બ્રારે 2-2 વિકેટ લીધી હતી, જ્યારે શિવમ દુબે અને જસપ્રીત બુમરાહને 1-1 સફળતા મળી હતી.

આ પણ વાંચોઃ IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓનો થશે એન્ટ્રી

Frequently Asked Questions

ભારત-ઇંગ્લેન્ડ પ્રથમ વનડેમાં કયા ભારતીય દિગ્ગજ ખેલાડીઓ નિષ્ફળ રહ્યા?

આ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને નિષ્ફળ રહ્યા હતા. રોહિતે 11 રન અને કોહલીએ માત્ર 5 રન બનાવી સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા.

ઇંગ્લેન્ડની ઇનિંગ્સ કેવી રહી હતી અને તેઓએ કેટલા રન બનાવ્યા?

ઇંગ્લેન્ડે એક સમયે 107/6 ગુમાવી દીધા હતા, પરંતુ જો રૂટ અને લિયામ ડોસનની ભાગીદારીથી 258 રન બનાવ્યા. તેઓ 47.5 ઓવરમાં ઓલઆઉટ થયા.

ભારતીય બોલરોમાંથી કોણે સૌથી વધુ વિકેટ ઝડપી?

ભારત તરફથી અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરતા સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ કૃષ્ણા અને ગુરનુર બ્રારે 2-2 વિકેટ લીધી હતી.

રોહિત શર્મા અને વિરાટ કોહલી છેલ્લે ક્યારે વનડે ફોર્મેટમાં રમ્યા હતા?

રોહિત શર્મા છેલ્લે જૂનમાં અફઘાનિસ્તાન સામે રમ્યો હતો, જ્યારે વિરાટ કોહલી આ વર્ષે જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે વનડે રમ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Embed widget