શોધખોળ કરો

Sanju Samson અને ઇશાન કિશને ઇંગ્લેન્ડ સામે સેમિફાઇનલમાં તોડ્યો 19 વર્ષ જૂનો રેકોર્ડ, યુવરાજ સિંહને છોડ્યો પાછળ

IND vs ENG Semi Final: સંજુ સેમસન અને ઇશાન કિશને ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલમાં 19 વર્ષ જૂનો ભારતીય રેકોર્ડ તોડ્યો.

Highest Partnership For India T20 World Cup Knockout Match: T20 વર્લ્ડ કપ 2026 ના સેમીફાઈનલ મેચમાં સંજુ સેમસન અને ઈશાન કિશને એક 19 વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત કરી દીધો છે. ભારત અને ઈંગ્લેન્ડનો સેમીફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. આ મુકાબલામાં સેમસન અને ઈશાન વચ્ચે 97 રનોની પાર્ટનરશિપ થઈ, જે T20 વર્લ્ડ કપના નોકઆઉટ મેચમાં ભારત માટે સૌથી મોટી ભાગીદારી છે. તેમણે યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પાનો રેકોર્ડ તોડ્યો છે.

તૂટી ગયો 19 વર્ષ જૂનો રેકોર્ડ

યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પાએ 2007 T20 વર્લ્ડ કપના સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 84 રનોની ભાગીદારી કરી હતી. યુવરાજ અને ઉથપ્પાએ માત્ર 39 બોલમાં 84 રન જોડી દીધા હતા. આ અત્યાર સુધી T20 વર્લ્ડ કપના કોઈપણ નોકઆઉટ મેચમાં ભારત માટે સૌથી મોટી પાર્ટનરશિપ હતી. હવે 19 વર્ષ પછી સંજુ સેમસન અને ઈશાન કિશને 97 રનોની ભાગીદારી કરીને આ રેકોર્ડ તોડી નાખ્યો છે. સેમસન અને કિશને 45 બોલમાં 97 રનોની પાર્ટનરશિપ કરી. ઈશાન 18 બોલમાં 39 રન બનાવીને આઉટ થઈ ગયો, જ્યારે સેમસને ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલ મેચમાં 26 બોલમાં ફિફ્ટી પૂરી કરી લીધી હતી.

ભારતની પહેલા બેટિંગ    

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલા સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા ભારતીય ટીમને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. અભિષેક શર્મા આ મોટા અને મહત્વના મુકાબલામાં પણ ફ્લોપ રહ્યો, જ્યાં તે માત્ર 9 રન બનાવીને આઉટ થઈ ગયો. તેમ છતાં સેમસન અને ઈશાનની તોફાની બેટિંગના દમ પર ભારતે પાવરપ્લેમાં જ 67 રન બનાવી નાખ્યા. સેમસને સતત બીજી મેચમાં પચાસ ફટકાર્યો. આ પહેલા સેમસને વેસ્ટ ઈન્ડિઝ સામે સુપર-8 મેચમાં 97 રનોની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. હવે ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલમાં પણ તેણે અડધી સદી ફટકારી. પહેલા 10 ઓવરોમાં ભારતે 2 વિકેટના નુકસાન પર 119 રન બનાવ્યા હતા.

ભારતે ઇંગ્લેન્ડને 254 રનનો લક્ષ્યાંક આપ્યો

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 253 રન બનાવ્યા. ભારત  તરફથી સંજુ સેમસને 42 બોલમાં 89 રનની જોરદાર ઇનિંગ રમી. શિવમ દુબેએ પણ 43 રન બનાવ્યા. ઇંગ્લેન્ડ તરફથી આદિલ રશીદ અને વિલ જેક્સે બે-બે વિકેટ લીધી, જ્યારે જોફ્રા આર્ચરે એક વિકેટ લીધી હતી.                

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget