સાયમંડ્સની બહેને મોત અંગે ચોંકાવનારો પ્રશ્ન પુછતાં મોતનું રહસ્ય ઘેરાયું, તે સુમસામ રોડ પર એકલો શું કરી રહ્યો હતો?
શનિવારે કાર અકસ્માતમાં ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સના મૃત્યુ થયું હતું. મૃત્યાના છેલ્લા કલાકોમાં રહસ્ય વધુ ઘેરું બન્યું હતું.
શનિવારે કાર અકસ્માતમાં ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સના મૃત્યુ થયું હતું. મૃત્યાના છેલ્લા કલાકોમાં રહસ્ય વધુ ઘેરું બન્યું હતું. તેની બહેને ડેઈલી મેલ ડોટ કો ડોટ યુકેને જણાવ્યું કે, અકસ્માતની રાત્રે સાયમન્ડ્સ સુમસામ રસ્તા પર શું કરી રહ્યો હતો તેની પરિવારને કોઈ જાણ નહોતી. ઉલ્લેખનીય છે કે, પૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું ક્વીન્સલેન્ડના ટાઉન્સવિલેની પશ્ચિમે એક કાર અકસ્માતમાં મોત થયું હતું. સાયમંડ્સ તેમની પાછળ પત્ની લૌરા અને બે બાળકો છોડી ગયા છે.
સુમસામ રોડ પર એકલો શું કરી રહ્યો હતો?
અહેવાલમાં જણાવાયું છે કે તેની બહેન લુઈસ સાયમન્ડ્સે કહ્યું કે, તેણી ઈચ્છે છે કે તેણી તેના ભાઈ સાથે વધુ એક દિવસ વિતાવી શકે. તેણે વધુમાં કહ્યું કે મારો ભાઈ પાછો આવી જા અને પરિવાર સાથે સમય વિતાવ. રિપોર્ટમાં લુઈસને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, "અકસ્માત ખૂબ જ ભયાનક હતો. અમને ખબર નથી કે સાયમન્ડ્સ ત્યાં શું કરી રહ્યા હતો. સાયમન્ડ્સના બે કૂતરા અકસ્માતમાં બચી ગયા છે. રિપોર્ટ અનુસાર, બે સ્થાનિક લોકો, બાબેથા નેલિમેન અને વેલોન ટાઉનસન જ્યારે દુર્ઘટના બની ત્યારે થોડી જ મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમને સાયમન્ડ્સ કારમાં લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો.
Floral tributes lay at the crash site where Andrew “Roy” Symonds lost his life on Saturday night, outside of Townsville.
— Mia Glover (@miaglover_9) May 15, 2022
The letter, penned by his sister, reads “I will always love you my brother” @TheTodayShow pic.twitter.com/Wt3EZGc6Ty
બંને સ્થાનિકોએ સાયમન્ડ્સ પાસે જવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક કૂતરાએ તેમને સાયમન્ડ પાસે નહોતા જવા દીધા. નેલીમને સ્થિતિ વર્ણવતાં કહ્યું કે "એક કૂતરો ખૂબ જ સંવેદનશીલ હતો અને તેને છોડવા માંગતો ન હતો. જ્યારે પણ અમે તેને હોસ્પિટલ લઈ જવાનો અથવા તેની નજીક જવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે ફક્ત અમારા પર ભસતો હતો," નેલિમાને કહ્યું, "મારા પાર્ટનરે સાયમન્ડ્સને કારમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો જેથી તે યોગ્ય રીતે બેસી શકે. અકસ્માતમાં કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી."