શોધખોળ કરો

T20 વર્લ્ડ કપ 2026: આ તારીખે રમાશે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ભારતનું શેડ્યૂલ

women t20 world cup schedule: ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 12 જૂનથી ઐતિહાસિક વિમેન્સ T20 વર્લ્ડ કપ શરૂ થશે; 14 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ રમાશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૧૨ જૂનથી, ઐતિહાસિક વિમેન્સ T20 વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં શરૂ.
  • ભારતીય ટીમ ૧૪ જૂને પાકિસ્તાન સામે અભિયાન શરૂ કરશે.
  • ભારતે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ૬ જીત મેળવી છે.

women t20 world cup schedule: ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર છે. વિમેન્સ T20 વર્લ્ડ કપની 10મી સિઝન આગામી 12 જૂનથી ઇંગ્લેન્ડ અને વેલ્સની યજમાનીમાં શરૂ થવા જઈ રહી છે. આ વખતે પહેલીવાર એવું બનશે કે વિશ્વના 12 દેશો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે, જેથી આ વર્લ્ડ કપ અત્યારથી જ ઐતિહાસિક બની ગયો છે. ભારતીય મહિલા ટીમ પોતાના અભિયાનની શરૂઆત 14 જૂને કટ્ટર હરીફ પાકિસ્તાન સામેના હાઈ-વોલ્ટેજ મુકાબલાથી કરશે. આ લેખમાં આપણે ટીમ ઈન્ડિયાનું આખું શેડ્યૂલ અને પાકિસ્તાન સામેના અત્યાર સુધીના આંકડાઓ પર નજર કરીશું.

12 જૂનથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ

12 જૂનથી શરૂ થઈને 5 જુલાઈ સુધી ચાલનારા આ મહિલા વર્લ્ડ કપમાં કુલ 33 મેચો રમાશે. આપણે સૌ જાણીએ છીએ કે ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો રોમાંચ જ કંઈક અલગ હોય છે, પછી ભલે તે પુરુષોની ટીમ હોય કે મહિલાઓની. સૌની નજર 14 જૂને બર્મિંગહામમાં રમાનારી આ શાનદાર મેચ પર ટકેલી રહેશે.

ટીમ ઈન્ડિયાનું પૂરું T20 વર્લ્ડ કપ શેડ્યૂલ:

14 જૂન: ભારત વિરુદ્ધ પાકિસ્તાન (બર્મિંગહામ)

17 જૂન: ભારત વિરુદ્ધ નેધરલેન્ડ્સ (લીડ્સ)

21 જૂન: ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (માન્ચેસ્ટર)

25 જૂન: ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ (માન્ચેસ્ટર)

28 જૂન: ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (લંડન)

આ પણ વાંચોઃ શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન

આંકડાઓમાં ભારતનો છે દબદબો:

મહિલા T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટની શરૂઆત 2009 માં થઈ હતી. અત્યાર સુધીમાં આ વર્લ્ડ કપ 9 વખત રમાઈ ચૂક્યો છે. જેમાં ભારત અને પાકિસ્તાન 8 વખત આમને-સામને આવી ચૂક્યા છે. તમને જાણીને આનંદ થશે કે આમાંથી ભારતીય ટીમે 6 વખત શાનદાર જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાનને માત્ર 2 જ વાર જીત નસીબ થઈ છે. અગાઉ 2024 ના વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટે ધૂળ ચટાડી હતી.

જો ઓવરઓલ મહિલા T20 ક્રિકેટના ઇતિહાસ પર નજર કરીએ, તો બંને દેશો અત્યાર સુધીમાં 16 વખત ટકરાયા છે. અહીં પણ ભારતનો જ દબદબો રહ્યો છે. ભારતે 16 માંથી 13 મેચમાં પાકિસ્તાનને હરાવ્યું છે, જ્યારે પાકિસ્તાનની મહિલા ટીમ ભારતને ફક્ત 3 જ વાર હરાવી શકી છે. આગામી 14 જૂને પણ ટીમ ઈન્ડિયા આ જ દબદબો જાળવી રાખવા મેદાનમાં ઉતરશે.

Frequently Asked Questions

વિમેન્સ T20 વર્લ્ડ કપ ક્યારે અને ક્યાં શરૂ થશે?

વિમેન્સ T20 વર્લ્ડ કપની 10મી સિઝન 12 જૂનથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થશે. આ ટુર્નામેન્ટ 5 જુલાઈ સુધી ચાલશે.

ભારતીય મહિલા ટીમ વર્લ્ડ કપમાં પોતાનું અભિયાન ક્યારે શરૂ કરશે?

ભારતીય મહિલા ટીમ 14 જૂને કટ્ટર હરીફ પાકિસ્તાન સામે બર્મિંગહામમાં પોતાનો પ્રથમ મુકાબલો રમશે.

મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો રેકોર્ડ કેવો છે?

મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન 8 વખત આમને-સામને આવ્યા છે. તેમાંથી ભારતે 6 વખત જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાનને 2 વાર જીત નસીબ થઈ છે.

આ વર્ષના વિમેન્સ T20 વર્લ્ડ કપમાં કેટલા દેશો ભાગ લઈ રહ્યા છે?

આ વખતે પહેલીવાર વિશ્વના 12 દેશો વિમેન્સ T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભાગ લેશે, જે તેને ઐતિહાસિક બનાવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
Advertisement

વિડિઓઝ

Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Embed widget