શોધખોળ કરો

શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન

Shubman Gill T20I exclusion: IPL 2026 માં 732 રન બનાવવા છતાં ગિલ T20 ટીમની બહાર; વનડે અને ટેસ્ટ પર જ ફોકસ કરવા બોર્ડની કડક સૂચના.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • શુભમન ગિલ T20I માંથી બહાર, BCCI ની રણનીતિ.
  • બોર્ડે ગિલને ટેસ્ટ-વનડે પર ફોકસ કરવા જણાવ્યું છે.
  • વ્યસ્ત શેડ્યૂલને લીધે વર્કલોડ મેનેજમેન્ટ માટે નિર્ણય.

Shubman Gill T20I exclusion: ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને ટેસ્ટ-વનડેના કેપ્ટન શુભમન ગિલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શાનદાર ફોર્મમાં હોવા છતાં અને IPL 2026 માં રનનો વરસાદ કરવા છતાં ગિલને હાલ T20 ટીમમાંથી સાવ બહાર રાખવામાં આવ્યો છે. આ કોઈ ખરાબ પ્રદર્શનનું પરિણામ નથી, પરંતુ BCCI ની એક મોટી રણનીતિનો ભાગ છે. બોર્ડે ગિલને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેણે હાલ T20 ક્રિકેટને બાજુ પર મૂકીને માત્ર 2027 ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ અને 2027 ના વનડે વર્લ્ડ કપ પર જ પોતાનું પૂરું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.

રનનો ઢગલો કરવા છતાં T20 ટીમમાં નો-એન્ટ્રી

મે 2025 માં રોહિત શર્માએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી ત્યારથી શુભમન ગિલને ટેસ્ટ ટીમની અને ત્યારબાદ વનડે ટીમની કમાન સોંપવામાં આવી છે. પરંતુ T20 ઇન્ટરનેશનલ ટીમમાં તેનું નામ ક્યાંય દેખાતું નથી. તાજેતરમાં રમાયેલી IPL 2026 માં ગિલે ધમાકેદાર બેટિંગ કરતા 732 રન ફટકાર્યા હતા. આમ છતાં, પસંદગીકારોએ અલગ જ રસ્તો અપનાવ્યો છે અને ઇંગ્લેન્ડ-આયર્લેન્ડ સિરીઝ તેમજ એશિયન ગેમ્સ માટે ગિલને પડતો મૂક્યો છે. તેના બદલે ઓપનિંગ માટે અભિષેક શર્મા, સંજુ સેમસન, વૈભવ સૂર્યવંશી અને ઇશાન કિશન જેવા ખેલાડીઓ પર પસંદગી ઉતારવામાં આવી છે.

BCCI નો ગિલને સ્પષ્ટ સંદેશ અને વર્કલોડ મેનેજમેન્ટ

ન્યૂઝ એજન્સી PTI ના રિપોર્ટ મુજબ, BCCI ના એક સૂત્રએ જણાવ્યું છે કે સિલેક્ટર્સ ગિલના વર્કલોડને લઈને ખૂબ જ ચિંતિત છે. આગામી 18 મહિનામાં ભારતીય ટીમનું ક્રિકેટ શેડ્યૂલ એટલું બધું વ્યસ્ત છે કે કોઈપણ એક ખેલાડી માટે ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વનડે અને T20) માં સતત રમવું અને 100% ફિટ રહેવું લગભગ અશક્ય છે. આ જ કારણસર બોર્ડે ગિલને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેણે માત્ર ટેસ્ટ અને વનડે પર જ પોતાનું ફોકસ રાખવું જોઈએ.

આ પણ વાંચોઃ અફઘાનિસ્તાન સામે જીતવા છતાં ટીમ ઈન્ડિયાને કેમ નહીં થાય WTC માં કોઈ ફાયદો? જાણો મોટું કારણ

તો શું T20 ટીમમાં ક્યારેય પાછો નહીં ફરે ગિલ?

ગિલના T20 ક્રિકેટના ભવિષ્ય વિશે હાલમાં કંઈ પણ ચોક્કસ કહેવું ખૂબ જ મુશ્કેલ છે. આ અગાઉ ખરાબ ફોર્મના કારણે તેણે 2026 ના T20 વર્લ્ડ કપમાં પણ પોતાની જગ્યા ગુમાવી હતી. BCCI ના સૂત્રોના જણાવ્યા અનુસાર, 2028 માં T20 વર્લ્ડ કપ અને 2028 ઓલિમ્પિક એમ બે મોટી વૈશ્વિક ઇવેન્ટ્સ આવી રહી છે. પરંતુ તેમાં હજુ 2 વર્ષનો સમય બાકી છે. 2 વર્ષ પછી કયો ખેલાડી કેવા ફોર્મમાં હશે અને કોની ફિટનેસ કેવી હશે, તે અત્યારથી જ નક્કી કરવું ઉતાવળ ગણાશે.

આ પણ વાંચોઃ 15 વર્ષના વૈભવની પસંદગી પર અજિત અગરકરનો મોટો ખુલાસો, જણાવ્યું ટીમમાં કેમ લીધો?

Frequently Asked Questions

શુભમન ગિલને T20I ટીમમાંથી કેમ બહાર કરાયો છે?

BCCI એ તેને 2027 ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ અને 2027 ના વનડે વર્લ્ડ કપ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે. આ તેની કાર્યભાર વ્યવસ્થાપન રણનીતિનો ભાગ છે.

શુભમન ગિલ હાલમાં ટીમ ઇન્ડિયામાં કઈ ભૂમિકા ભજવે છે?

રોહિત શર્માની ટેસ્ટ નિવૃત્તિ પછી મે 2025 થી તે ટેસ્ટ અને વનડે ટીમનો કેપ્ટન છે. તેને T20 ક્રિકેટમાંથી બહાર રાખવામાં આવ્યો છે.

IPL 2026 માં શુભમન ગિલનું પ્રદર્શન કેવું હતું?

IPL 2026 માં ગિલે ધમાકેદાર બેટિંગ કરતા 732 રન ફટકાર્યા હતા. તેના શાનદાર ફોર્મ છતાં તેને T20 ટીમમાં સ્થાન મળ્યું નથી.

BCCI શા માટે શુભમન ગિલના વર્કલોડને લઈને ચિંતિત છે?

ભારતીય ટીમનું આગામી ક્રિકેટ શેડ્યૂલ ખૂબ વ્યસ્ત છે. એક ખેલાડી માટે ત્રણેય ફોર્મેટમાં સતત રમવું અને ફિટ રહેવું લગભગ અશક્ય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
Advertisement

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget