(Source: ECI/ABP News/ABP Majha)
Women's T20I Tri-Series in South Africa 2023: ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને આઠ વિકેટથી હરાવ્યું, ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે ટકરાશે
મહિલા ક્રિકેટમાં ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 ત્રિકોણીય શ્રેણી રમાઈ રહી છે.
Harmanpreet Kaur West Indies Women vs India Women: મહિલા ક્રિકેટમાં ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 ત્રિકોણીય શ્રેણી રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટથી હરાવ્યું છે. હવે ફાઇનલ મેચ 2 ફેબ્રુઆરીએ રમાશે. ફાઇનલમાં ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. આ મેચ ઈસ્ટ લંડનમાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં ભારત તરફથી હરમનપ્રીત અને જેમિમા રોડ્રિગ્ઝે શાનદાર ઇનિંગ્સ રમી હતી. જ્યારે દીપ્તિ શર્માએ 3 વિકેટ ઝડપી હતી.
.@Deepti_Sharma06 bagged the Player of the Match award for her economical three-wicket haul as #TeamIndia continue their winning run in the Tri-Series with an 8️⃣-wicket win over West Indies 👏🏻👏🏻
— BCCI Women (@BCCIWomen) January 30, 2023
Scorecard ▶️ https://t.co/DZU57GhavB #WIvIND pic.twitter.com/4ZJeT7kjM1
પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે ભારતને 95 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે 13.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. સ્મૃતિ મંધાના અને જેમિમા રોડ્રિગ્ઝ ભારત માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. મંધાના માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જ્યારે જેમિમાએ 39 બોલમાં અણનમ 42 રન બનાવ્યા હતા. તેણે 5 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. હરલીન દેઓલ 13 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. હરમનપ્રીત કૌરે કેપ્ટન ઇનિંગ રમી હતી. તેણે 23 બોલમાં અણનમ 32 રન ફટકાર્યા હતા. તેણે 4 ચોગ્ગા પણ ફટકાર્યા હતા.
India are hitting fine form ahead of the #T20WorldCup 👀
— ICC (@ICC) January 30, 2023
📝 Scorecard: https://t.co/8uah14DsMR pic.twitter.com/hjK4wmPlO5
વેસ્ટ ઈન્ડિઝ તરફથી હેલે મેથ્યુઝે 34 રનનું યોગદાન આપ્યું હતું. જેમ્સે અણનમ 21 રનનું યોગદાન આપ્યું હતું. આ દરમિયાન દીપ્તિએ ટીમ ઈન્ડિયા માટે 3 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 11 રન આપીને 2 મેડન ઓવર પણ લીધી હતી. પૂજા વસ્ત્રાકરે 4 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ લીધી હતી. ગાયકવાડને પણ એક સફળતા મળી હતી.
આ ત્રિકોણીય શ્રેણીમાં ભારતની સફર શાનદાર રહી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 27 રને હરાવ્યું હતું. આ પછી બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો 56 રને પરાજય થયો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી મેચ રમાઇ શકી નહોતી. આ પછી ભારતે ફરીથી વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતુ હવે તે 2 ફેબ્રુઆરીએ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે મેચ રમશે.