નવી દિલ્લી: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યા 27 ડિસેમ્બરે ફાઈવ સ્ટાર હોટલમાં પોતાની ગર્લફ્રેડ પંખુડી શર્મા સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. ક્રુણાલ પંડ્યા મુંબઈ ઈન્ડિયન માટે રમે છે અને તે એક સ્પિન બોલર સાથે ઓલરાઉન્ડર છે.
2/6
જણાવી દઈએ કે આઈપીએલ 2017માં મુંબઈ ઈન્ડિયન્સને ચેમ્પિયન બનાવવામાં ક્રુણાલ અને હાર્દિક પાંડ્યાની ખાસ ભૂમિકા રહી હતી.
3/6
રિપોર્ટ્સ પ્રમાણે કૃણાલ પંડ્યાના લગ્નમાં ક્રિકેટ, રાજનીતિ અને સિનેમાં જગતની હસ્તિઓ સામેલ થશે.
4/6
પંખુડી છેલ્લા પાંચ વર્ષથી મુંબઈમાં રહે છે. તે ફિલ્મ માર્કેટિંગમાં કામ કરતી હતી પણ તેમણે ગત વર્ષે આ પ્રોફેશન છોડી દીધી હતી.
5/6
કૃણાલ અને પંખુડી છેલ્લા બે વર્ષથી ડેટ કરી રહ્યા છે.
6/6
લગ્ન પહેલા કૃણાલ અને પંખુડીએ પોતાના પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવ્યા છે. કૃણાલ ઘણા સમયથી પોતાની ગર્લફેંન્ડ પંખુડી સાથે રિલેશનશિપમાં છે.