શોધખોળ કરો
Advertisement
આલિયા ભટ્ટની ફ્રેન્ડ આકાંક્ષા રંજન સાથેના રિલેશનશીપ અંગે ક્રિકેટર કેએલ રાહુલે શું કર્યો મોટો ખુલાસો? જાણો વિગત
પંજાબી એક્ટ્રેસ સોનમ બાજવાથી માંડીને સુનિલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી સાથે ક્રિકેટરનું નામ જોડાઈ ચૂક્યું છે. જોકે, હાલ તો કે.એલ.રાહુલ અને આલિયા ભટ્ટની બેસ્ટફ્રેન્ડ આકાંક્ષા રંજનના પ્રેમની ચર્ચા ચાલી રહી છે.
મુંબઈ: ‘કોફી વિથ કરણ’ના વિવાદ બાદ ક્રિકેટર કે.એલ.રાહુલ લાઈમલાઈટથી દૂર રહ્યો છે જોકે હાલ તેની પર્સનલ લાઈફ ચર્ચામાં છે. છેલ્લા ઘણાં દિવસોથી ચર્ચા ચાલી રહી છે કે ભારતીય ટીમનો ખેલાડી કે.એલ.રાહુલ પ્રેમમાં છે. પંજાબી એક્ટ્રેસ સોનમ બાજવાથી માંડીને સુનિલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી સાથે ક્રિકેટરનું નામ જોડાઈ ચૂક્યું છે. જોકે, હાલ તો કે.એલ.રાહુલ અને આલિયા ભટ્ટની બેસ્ટફ્રેન્ડ આકાંક્ષા રંજનના પ્રેમની ચર્ચા ચાલી રહી છે.
સુત્રો પ્રમાણે, કે.એલ.રાહુલ અને આકાંક્ષા રંજન એકબીજાને ડેટ કરી રહ્યા છે. થોડા સમય પહેલાં જ આકાંક્ષાએ કે.એલ.રાહુલની મુલાકાત આલિયા અને તેના બોયફ્રેન્ડ રણબીર સાથે કરાવી હતી. એક ખાનગી ન્યુઝપેપરને આપેલા એક ઈન્ટરવ્યૂમાં હાલમાં જ કે.એલ.રાહુલે પોતાના રિલેશનશીપ સ્ટેટ્સ અંગે મોટો ખુલાસો કર્યો છે.
કે.એલ.રાહુલે કહ્યું હતું કે, શું ખરેખર આવું બધું છપાઈ રહ્યું છે? હું છાપા વાંચતો નથી એટલે મને કંઈખ જ ખબર નથી કે મારા વિશે શું લખાય છે. મેં મારા અંગત જીવનને અંગત રાખવાનું શીખી લીધું છે. મારી અંગત જિંદગી લોકોની ચર્ચાનું કારણ બને તેવું ઈચ્છતો નથી. હાલ તો હું માત્ર ક્રિકેટને કમિટેડ છું.
કેએલ રાહુલને પૂછવામાં આવ્યું કે, તે સિંગલ છે કે રિલેશનશીપમાં? તો તેણે આ સવાલના જવાબમાં કહ્યું હતું કે, મને ખબર નથી. મને જ્યારે અંદાજો આવી જશે ત્યારે તમને જણાવીશ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion