શોધખોળ કરો
સચિનને જોઇને શરૂ કર્યુ હતુ ક્રિકેટ રમવાનું, હવે તોડશે તેનો જ 30 વર્ષ જુનો આ રેકોર્ડ
15 વર્ષીય શેફાલી આ મેચમાં ડેબ્યૂ કરતાની સાથે જ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો એક ખાસ રેકોર્ડ તોડી નાંખશે

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય મહિલા કેપ્ટન મિતાલી રાજના સન્યાસ બાદ હરિયાણાની 15 વર્ષની છોકરીને ટી20માં મોકો મળ્યો છે. આ ખેલાડીનુ નામ શેફાલી વર્મા છે. શેફાલી વર્માને સાઉથ આફ્રિકા સામેની ટી20 ઇન્ટરનેશનલ મેચ માટે સિલેક્ટ કરવામાં આવી છે. 15 વર્ષીય શેફાલી આ મેચમાં ડેબ્યૂ કરતાની સાથે જ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો એક ખાસ રેકોર્ડ તોડી નાંખશે. એટલે ડેબ્યૂ કરતાની સાથે ભારતીય ક્રિકેટની સૌથી યુવા ક્રિકેટર બની જશે. સચિને પોતાની ડેબ્યૂ મેચ 15 નવેમ્બર, 1989ના રોજ પાકિસ્તાન સામે કરાંચીમાં 16 વર્ષની ઉંમરે રમી હતી. જોકે, શેફાલી હાલ 15 વર્ષની છે.
શેફાલએ જણાવ્યું કે, તે જ્યારે 10 વર્ષની હતી ત્યારે લાહલીમાં આંતરરાષ્ટ્રીય સન્યાસ પહેલા સચિન સરની અંતિમ મેચ જોવા ગઇ હતી. આ રણજી મેચ હતી. જેટલા લોકો અંદર હતા તેટલા લોકો બહાર હતા. આ જોઇને મને અહેસાસ થયો કે ભારતમાં ક્રિકેટ કેટલી મોટી છે. ખાસ કરીને જ્યારે સચિન જેવુ નામ હોય.