આ કરારના કારણે હવે રોનાલ્ડો પોતાની કારકિર્દી રિયલ મેડ્રિડના ખેલાડી તરીકે જ પૂરી કરે તેવી પૂરી સંભાવના છે. રોનાલ્ડોનો પાંચ વર્ષનો આ કરાર પૂરો થશે ત્યારે તેની ઉંમર 36 વર્ષ થઇ ચૂકી હશે. રોનાલ્ડોએ કહ્યું છે કે તે ઓછામાં ઓછા 10 વર્ષ સુધી રમશે પણ હવે પછી તેને આવો કરાર મળે તેવી શક્યતા ઓછી છે.
2/7
ફૂટબોલ જગતના નિષ્ણાતોના મતે મેસ્સીને રોનાલ્ડો કરતાં 20 ટકા વધારે સેલેરી મળે તેવી શક્યતા છે. આવું થાય તો મેસ્સીને પાંચ વર્ષના કરારના લગભગ 2200 કરોડ રૂપિયા મળશે. મેસ્સી જે પ્રકારના ફોર્મમાં છે તે જોતાં આ રકમ વધારે પણ હોઈ શકે. જો કે રકમ જે પણ હોય, મેસ્સી નવો રેકોર્ડ સર્જશે એ નક્કી છે.
3/7
રોનાલ્ડોનો આ રેકોર્ડ બહુ લાંબા ટકે એવું લાગતું નથી કેમ કે મેસ્સીનો બાર્સિલોના સાથે કરાર 2018ના અંત સુધીનો છે. મેસ્સીનું ફોર્મ જોતાં તેનો કોન્ટ્રાક્ટ 2018 પહેલાં એટલે કે 2016ના અંત સુધીમાં રીન્યુ થાય એવી પૂરી શક્યતા છે. આ સંજોગોમાં મેસ્સી એકાદ મહિના પછી જ રોનાલ્ડોને પાછળ છોડી શકે છે.
4/7
આ નવા કરારના કારણે એક અઠવાડિયાની ક્લબની કમાણીના મામલે રોનાલ્ડોએ બાર્સેલોનાના સ્ટાર લીયોનલ મેસ્સીને પાછળ છોડી દીધો છે. મેસ્સીની એક અઠવાડિયાની સેલેરી 3.31 કરોડ (ટેક્સ કાપ્યા પછી) રૂપિયા છે. રિયલ મેડ્રિડમાં રોનાલ્ડોનો સાથી ખેલાડી ગેરેથ બેલે 2.40 કરોડ રૂપિયાની સેલેરી સાથે બીજા ક્રમે છે.
5/7
આ નવા કરારના કારણે સીઆર-7ના નામે જાણીતા પોર્ટુગીઝ સ્ટાર રોનાલ્ડોની એક રિયલ મેડ્રિડ ક્લબની એક અઠવાડિયાની કમાણી 3.65 કરોડ રૂપિયા થઈ જશે. આ ઉપરાંત તેને બીજાં એસાઈનમેન્ટમાંથી જે કમાણી થશે તે તો અલગ. આ કમાણી તેના કરારની રકમ કરતાં પણ વધારે હશે.
6/7
રોનાલ્ડોએ સોમવારે રિયલ મેડ્રિડ ક્લબ સાથે પાંચ વર્ષનો નવો કોન્ટ્રાક્ટ કર્યો છે. આ કરાર મુજબ તેને 22.50 કરોડ પાઉન્ડ (લગભગ 1864 કરોડ રૂપિયા) મળશે. ફૂટબોલ ઇતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે. 31 વર્ષીય રોનાલ્ડોને એક સિઝન માટે 4.50 કરોડ પાઉન્ડ (374 કરોડ રૂપિયા) મળશે.
7/7
મેડ્રિડ: ભારતમાં ક્રિકેટરોની કમાણીની સૌને ઈર્ષા થાય છે ત્યારે પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 2021 સુધી સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડ સાથે જોડાયેલા રહેવા માટે જે કરાર કર્યો છે તેની રકમ સાંભળ્યા પછી આપણા ક્રિકેટરો તો સાવ ગરીબ લાગે એવી હાલત છે.