શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપની પ્રેક્ટિસ મેચમાં બેટિંગ કરવા આવેલા આ બેટ્સમેનનો લોકોએ સ્ટેડિયમમાંથી હૂરિયો બોલાવ્યો
પ્રેક્ટિસ મેચમાં ઓપનર બેટ્સમેન એરોન ફિન્ચ અને સાથે બેટ્સમેન ડેવિડ વોર્નર મેદાનમાં આવ્યા. જ્યારે વોર્નર મેદાન પર બેટિંગ કરવા આવ્યો ત્યારે દર્શકોએ સ્ટેડિયમમાંથી તેનો જબરદસ્ત હૂરિયા બોલાવ્યો હતો
નવી દિલ્હીઃ ગઇકાલે વર્લ્ડકપ 2019 માટેની પ્રેક્ટિસ મેચ રમાઇ, જેમાં એક પ્રેક્ટિસ મેચ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ હતી. મેચમાં ઓસ્ટ્રેલિયાએ દમદાર પ્રદર્શન કરતા ઇંગ્લેન્ડને 12 રનોથી માત આપી હતી. મેચ દરમિયાન એક દુઃખદ ઘટના પણ બની, જેમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથની જબરદસ્ત હૂટિંગ થઇ.
સાઉથ આફ્રિકામાં ટેસ્ટ મેચ દરમિયાન બૉલ ટેમ્પરિંગ વિવાદ બાદ એક વર્ષના પ્રતિબંધ બાદ બન્ને ખેલાડીઓ વર્લ્ડકપ રમવા ઇંગ્લેન્ડ પહોંચ્યા છે. બન્ને ખેલાડીઓ પર એક વર્ષ સુધીનો આંતરરાષ્ટ્રીય મેચનો પ્રતિબંધ લાગ્યો હતો, જે 29 માર્ચે પુરો થયો હતો.
પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયા ટૉસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરી, ત્યારે ઓપનર બેટ્સમેન એરોન ફિન્ચ અને સાથે બેટ્સમેન ડેવિડ વોર્નર મેદાનમાં આવ્યા. જ્યારે વોર્નર મેદાન પર બેટિંગ કરવા આવ્યો ત્યારે દર્શકોએ સ્ટેડિયમમાંથી તેનો જબરદસ્ત હૂરિયા બોલાવ્યો હતો.
એક દર્શકે વોર્નરને એટલે સુધી કહી દીધુ કે ‘વોર્નર, દગાબાજ ભાગી જા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement