શોધખોળ કરો

વર્લ્ડકપઃ આવતીકાલે અફઘાનિસ્તાન સામે ટકરાશે ટીમ ઇન્ડિયા, ટીમમાં થઇ શકે છે ત્રણ ફેરફાર

ટીમ ઇન્ડિયાએ બોલિંગ અને બેટિંગમાં ખૂબ શાનદાર પ્રદર્શન કર્યું છે.રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે

નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં આવતીકાલે ટીમ ઇન્ડિયા અફઘાનિસ્તાન સામે ટકરાશે. ટીમ ઇન્ડિયા અત્યાર સુધીમાં દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનને હરાવી ચૂકી છે. ભારત ટુનામેન્ટમાં એક પણ મેચ હાર્યું નથી. ટીમ ઇન્ડિયાએ બોલિંગ અને બેટિંગમાં ખૂબ શાનદાર પ્રદર્શન કર્યું છે.રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે. તેણે વર્લ્ડકપમાં બે સદી અને એક અડધી સદી ફટકારી છે. વિરાટ કોહલી  પણ ફોર્મમાં જોવા મળી રહ્યો છે જ્યારે ધવનના સ્થાને ઓપનિંગ કરનાર લોકેશ રાહુલનું પ્રદર્શન પણ દમદાર રહ્યું છે. તેમ છતાં અફઘાનિસ્તાન સામેની મેચમાં ટીમ ઇન્ડિયા ત્રણ ફેરફાર કરી શકે છે. શિખર ધવન બાદ ભુવનેશ્વર કુમાર જેવા મહત્વના ખેલાડી ઇજાગ્રસ્ત થયા બાદ ટીમ મેનેજમેન્ટ થોડી ચિંતામાં છે. ભુવનેશ્વરના સ્થાને મોહમ્મદ શમીને ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે. મોહમ્મદ શમી વર્લ્ડકપમાં એક પણ મેચ રમ્યો નથી. ધવન ઇજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયો છે. તેના સ્થાને રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાહુલે પાકિસ્તાન વિરુદ્ધ ધવનની ગેરહાજરીમાં ઓપનિંગ કર્યું હતું. જ્યારે વિજય શંકરનો ચોથા ક્રમ માટે સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે પ્રેક્ટિસ સેશન દરમિયાન બુમરાહનો યોર્કર વાગવાના કારણે વિજય શંકર ઇજાગ્રસ્ત થતા તેને ટીમમાં સામેલ કરવા પર શંકા છે. જોકે, સૂત્રોના મતે ઇજા ગંભીર ન હોવાના કારણે વિજય શંકર અફઘાનિસ્તાન સામે રમી શકે છે. કુલદીપ યાદવ અને ચહલનું પ્રદર્શન પણ સારુ રહ્યું છે. જેથી તેમાંથી કોઇ એકને આરામ આપવા માટે ટીમ મેનેજમેન્ટ ત્રીજા વિકલ્પ જાડેજાનો ઉપયોગ કરી શકે છે.

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Embed widget