શોધખોળ કરો
Advertisement
વર્લ્ડ કપ પહેલા આ ક્રિકેટ ટીમના કેપ્ટનની થઈ ધરપકડ, જાણો હવે શું થશે....
નવી દિલ્હીઃ શ્રીલંકન ટેસ્ટ ટિમના કેપ્ટન દિમુથ કરુણારત્નેની રવિવારે એક દુર્ઘટના બાદ નશામાં ગાડી ચલાવવાને લઈને ધરપકડ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં થ્રી વ્હિલર ચાલકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
એસપીએનક્રિકઇન્ફોના અહેવાલ અનુસાર, પોલીસે કહ્યું કે, ઇજાગ્રસ્ત ચાલકને સામાન્ય ઈજા થઈ છે. દિમુથને જામીન પર છોડી મુકવામાં આવ્યા અને તેને સોમવારે કોર્ટમાં હાજર થવાની શક્યતા છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પોલીસે જણાવ્યું છે કે કરુણારત્નેએ નશામાં ગાડી ચલાવતા એક રીક્ષાને ટક્કર મારી હતી. આ કારણે રીક્ષા ચાલક ઇજાગ્રસ્ત થયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ સપ્તાહે કરુણારત્ને કોર્ટમાં હાજર થઈ શકે છે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડ કોર્ટની કાર્યવાહીના આધારે કરુણારત્ને ઉપર પ્રતિબંધ પણ લગાવી શકે છે. શ્રીલંકાની ક્રિકેટ ટીમ છેલ્લા કેટલાક મહિનાથી અનુશાસનાત્મક મુદ્દાથી પરેશાન છે. હવે કરુણારત્ને પણ વિવાદોમાં ફસાઈ ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion