આ પછી ગ્રાઉન્ડ અમ્પાયર્સ મૈરિસ ઈરાસ્મસ, ક્રિસ ગેફની અને ત્રીજા એમ્પાયર અલીમ દારે બ્રોડ પર આક્ષેપ કર્યો હતો. મેચ ફી અને દંડ સિવાય બ્રોડને એક ડીમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. બ્રોડએ ICC મેચ રેફરી જેક ક્રો દ્વારા આપવામા આવેલી સજા અને પોતાની ભૂલને સ્વીકારી લીધી છે.
2/4
બ્રોડ આઈસીસી ‘કોડ ઓફ કંડક્ટ’ના આર્ટિકલ 2.1.7ના ઉલ્લંઘન કરવા અને લેવલ-1નો દોષી ઠેરવામાં આવ્યો છે. બ્રોડે ભારતના વિકેટકીપર ઋષભ પંતને આઉટ કર્યા બાદ આક્રમક રીતે ઉજવણી કરી અને કેટલાક અપશબ્દો બોલતા નજર પડ્યો હતો.
3/4
બ્રોડ પર આઈસીસી દ્વારા ‘કોડ ઓફ કંડક્ટ’નું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેના કારણે તેના પર મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલ ત્રીજી ટેસ્ટ મેચની 92મી ઓવરની છે.
4/4
ટીમ ઈન્ડિયા વિરૂદ્ધ નોટિંઘમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ લઈ રહી નથી. ટીમ ઈન્ડિયા સામે ત્રીજી ટેસ્ટ મેચ હારી ચૂકેલ ઈંગ્લેન્ડ ટીમના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડ પર ICCએ દંડ ફટકાર્યો છે.