ઉલ્લેખનીય છે કે, આજથી ભારતીય ટીમ ઇગ્લિશ ટીમ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઉતરશે, આ મેચ ઇંગ્લેન્ડના બર્મિઘમના એડબેસ્ટૉનમાં રમાશે. અહીં ભારતને પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ રમવાની છે.
3/5
રૂટે કહ્યું કે, ‘હું આ વાતને લઇને આશ્વત છું કે ઇંગ્લેન્ડના ઘણાબધા પ્રસંશક તેને રમતો જોવા ઇચ્છે છે. અમને ખબર છે કે તેને દુનિયાભરમાં પોતાને સાબિત કર્યો છે પણ અમે તેને રોકવાની કોશિશ જરૂર કરીશું. બન્ને ટીમોમાં કેટલાક શાનદાર ખેલાડીઓ છે અને તેના પર દબાણ બનાવવાની કોશિશ કરીશું.’
4/5
2014માં કોહલી એ તે પ્રવાસની 10 ઇનિંગમાં 13.40 ની અવેરેજથી માત્ર 134 રન બનાવ્યા હતા, રૂટે કહ્યું કે, ‘અમારી રીતે જોઇએ તો તે એવું પ્રદર્શન કરે, પણ અમે જાણીએ છીએ વિરાટ કેટલો શાનદાર ખેલાડી છે અને તેની ક્ષમતા અદભૂત છે. તેને છેલ્લા કેટલાક વર્ષોમાં લાંબો સફર કર્યો છે, જેનાથી તે વધુ મજબૂત બન્યો છે, જ્યારે તમે દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સેમેન સામે રમો છો ત્યારે તેની પાસે સરસ જવાબ પણ હોય છે.'
5/5
બર્મિઘમઃ સીરીઝની પહેલી ટેસ્ટ મેચ શરૂ થતા પહેલા જ ઇંગ્લેન્ડના કેપ્ટન જોઇ રૂટે માઇન્ડ ગેમ રમી છે. ઇંગ્લેન્ડના કેપ્ટન રૂટે કહ્યું કે, તેમની ટીમની પાસે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માટે ખાસ યોજના છે, જેનો 2014માં ઇંગ્લેન્ડ પ્રવાસ નિરાશાજનક રહ્યો હતો.