શોધખોળ કરો
Advertisement
ઇંગ્લેન્ડને ફાઈનલમાં જીત અપાવનાર આ બોલરના ભાઈની 8 ગોળીઓ મારી કરી દેવાઈ હતી હત્યા
આ ઘટના બાદ આર્ચર ખુબ જ દુઃખી થયો હતો, કારણ કે એશેંટિયો તેની ખુબ નજીકનો સંબંધી હતો.
નવી દિલ્હીઃ પોતાની બોલિંગથી વિરોધીઓના હોંશ ઉડાવી દેનાર જોફ્રા આર્ચર ભલે મેદાનમાં શાંત દેખાતો હોય. વર્લ્ડ કપની સુપર ઓવરમાં પોતાના બોલિંગથી તેણે ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનાવ્યું હોય, પણ આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તે એક મોટા આઘાત સામે ઝઝૂમી રહ્યો હતો. વર્લ્ડ કપ શરૂ થાય તેનાં એક દિવસ પહેલાં જ આર્ચરના પિતરાઈ ભાઈ એન્શિટિયો બ્લેકમેનની સનસનીખેજ હત્યા કરી દેવાઈ હતી.
આ ઘટના બાદ આર્ચર ખુબ જ દુઃખી થયો હતો, કારણ કે એશેંટિયો તેની ખુબ નજીકનો સંબંધી હતો. આર્ચરનું બાળપણ તેની સાથે વીત્યું હતું અને વર્લ્ડ કપ શરૂ થયા પહેલા તેની એશેંટિયો સાથે વાતચીત થઇ હતી. પરંતુ 31 મેએ એશેંટિયોની હત્યા કરી દેવામાં આવી.
એશેંટિયો બારબાડોસના સેન્ટ ફિલિપમાં રહેતો હતો. જ્યાં 31 મેની રાતે 8 વાગ્યે 25 મિનિટે તેની હત્યા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એશેંટિયો પર 8 ગોળી દાગવામાં આવી, જે દરમિયાન આ ઘટના બની ત્યારે તેની ગર્લફ્રેન્ડ અને 4 વર્ષનું બાળક ઘરની અંદર હતા.
એન્શિટિયોની લાશ તેના ઘરની પાછળ એક સ્વિમિંગ પુલમાં મળી હતી. એન્શિટિયો ખુબ જ શાંત સ્વભાવનો હતો, અને તેની સાથે કોઈની તકરાર પણ ચાલતી ન હતી. હજુ સુધી તેની હત્યા પાછળનું કારણ જાણવા નથી મળ્યું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion