નવી દિલ્હીઃ પોર્ટુગલ અને ફ્રાન્સ વચ્ચે ગઇકાલે રમાયેલી યુરો કપની ફાઇનલમાં 90 મિનિટ સુધી કોઇ ગોલ થયો નહોતો. પરંતુ જેવો પોર્ટુગલના ખેલાડીએ પ્રથમ અને નિર્ણાયક ગોલ થયો કે પોર્ટુગલના સમર્થકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.પોર્ટુગલે ફ્રાન્સને 1-0થી હરાવીને યુરો કપ જીત્યો હતો. ફક્ત મેદાન પર જ નહીં મેદાનની બહાર પણ પોર્ટુગલના ફેન્સે ઉજવણી કરી હતી. કોઇએ ફટાકડા ફોડી તો કોઇએ એકબીજાને કિસ કરી ટીમના જીતની ઉજવણી કરી હતી.