ધોનીએ 90 ટેસ્ટ મેચમાં 4876 રન બનાવ્યા હતાં, જેમાં 6 સદી અને 1 બેવડી સદી હતી. ધોનીએ 321 વન ડે મેચમાં 10046 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 10 સદી ફટકારી છે. ધોનીએ 93 ટી-20 મેચમાં 1487 રન બનાવ્યા છે. ધોનીએ ભારતને 2007નો ટી-20 વર્લ્ડકપ અને 2011નો વન ડે વર્લ્ડકપ જીતાડ્યાં હતાં.
2/6
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વન ડે સિરીઝમાં ધોનીનું પ્રદર્શન સારૂ રહ્યુ નથી, તે બેટિંગ કરતા સમયે આત્મવિશ્વાસમાં નજરે નથી પડતો. આ શ્રેણીમાં ધોનીએ લોર્ડ્સમાં 58 બોલમાં 37 રનની ધીમી ઇનિંગ રમી હતી. દર્શકોએ આ ઇનિંગ માટે ધોનીનો હુરિયો પણ બોલાવ્યો હતો. ગાવસ્કરે તો તેને પોતાની અણનમ 36 રનની ઈનિંગ્સ સાથે સરખાવી હતી.
3/6
લંડનઃ ઇંગ્લેન્ડે ત્રીજી વન ડેમાં ભારતને 8 વિકેટે હરાવી વનડે શ્રેણી 2-1થી જીતી લીધી. આ વનડે શ્રેણીમાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની બેટિંગે સૌને નિરાશ કરી દીધા છે ત્યારે હવે વન-ડે ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લેશે તેવી અટકળો તેજ બની છે.
4/6
ધોનીએ એ પછી અચાનક જ ટેસ્ટ મેચોમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી નાંખી હતી. હવે ઈંગ્લેન્ડ સામેની છેલ્લી વન ડે મેચમાં ધોનીએ આ રીતે જ બોલ લઈ લેતાં તેના ચાહકોમાં એવી અટકળો શરૂ થઇ છે કે ધોની વન ડેમાંથી પણ સંન્યાસ લઇ રહ્યો છે.
5/6
આ અટકળો તેજ બની એ પાછળનું કારણ મેચ પત્યા પછીની ઘટના છે. આ મેચ પૂરી થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે ડ્રેસિંગ રૂમમાં પાછી ફરતી હતી ત્યારે ધોનીએ અમ્પાયર પાસેથી બોલ લીધો હતો. ધોનીએ ટેસ્ટ મેચમાંથી નિવૃત્તિની જાહેરા કરી એ વખતે પણ છેલ્લે આ રીતે જ અમ્પાયર પાસેથી બોલ લઈ લીધો હતો.
6/6
ત્રીજી વન ડે મેચમાં પણ ધોનીએ 42 રન બનાવ્યા હતા પણ એ માટે તેણે 68 બોલ લીધા હતા. ધોનીએ સ્પિનરો સામે સૌથી વધારે બોલ ખાલી કાઢ્યા હતા. ભારતનો બેસ્ટ ફિનિશર ગણાતો ધોની હવે પહેલાં જેવો રહ્યો નથી તેવી ટીકાઓનો મારો પણ આ શ્રેણી પછી શરૂ થઈ ગયો છે.