શોધખોળ કરો

FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર

FIFA World Cup final 2026: મણિપુર અને મેઘાલય સરકારે વિદ્યાર્થીઓને આર્જેન્ટિના અને સ્પેન વચ્ચેની ફાઇનલ મેચનો આનંદ માણવા માટે સોમવારે જાહેર કરી ખાસ રજા; જાણો વિગતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 2026 FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ભારતમાં ભારે ઉત્સાહ.
  • મણિપુરે 20 જુલાઈએ શાળાઓ-કોલેજોમાં રજા જાહેર કરી.
  • મેઘાલયે પણ શૈક્ષણિક સંસ્થાઓમાં 20 જુલાઈએ રજા આપી.
  • વિદ્યાર્થીઓ ફાઇનલ મેચનો ઉત્સાહપૂર્વક આનંદ લઈ શકે.

FIFA World Cup final 2026: ફૂટબોલની દુનિયાના સૌથી મોટા મહાકુંભ એટલે કે FIFA વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ મેચનો ક્રેઝ માત્ર વિદેશમાં જ નહીં, પરંતુ ભારતમાં પણ માથા પર ચડીને બોલી રહ્યો છે. આ વખતના વર્લ્ડ કપની ટાઇટલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન લિયોનેલ મેસ્સીનું આર્જેન્ટિના અને સ્પેન આમને-સામને ટકરાશે. આ ઐતિહાસિક મેચનો આનંદ વિદ્યાર્થીઓ પણ ઉઠાવી શકે તે માટે ભારતના બે રાજ્યો - મણિપુર અને મેઘાલયની સરકારે એક મોટો નિર્ણય લેતા, સોમવારે રાજ્યની તમામ શાળાઓ અને કોલેજોમાં સત્તાવાર રજા જાહેર કરી દીધી છે.

મણિપુર સરકારનો સત્તાવાર આદેશ

મણિપુર શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે એક સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. આદેશમાં જણાવ્યા મુજબ, "મણિપુરના રાજ્યપાલે નિર્દેશ આપ્યો છે કે 20 જુલાઈના રોજ રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે." આ રજામાં માધ્યમિક શિક્ષણ બોર્ડ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પરિષદ, CBSE કે અન્ય કોઈપણ બોર્ડ સાથે જોડાયેલી તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તમામ કોલેજો, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં પણ રજા રહેશે. આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે 20 જુલાઈ 2026 ના રોજ રાત્રે 12:30 વાગ્યે શરૂ થનારી FIFA વર્લ્ડ કપની ફાઇનલ મેચનો વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક અને ઉજાગરાના ડર વગર આનંદ માણી શકે તે હેતુથી આ ખાસ રજા જાહેર કરાઈ છે.

મેઘાલયમાં પણ રજા: CM સંગમાની જાહેરાત

બીજી તરફ, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાએ પણ સોમવારે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે રજાની જાહેરાત કરી છે. મેઘાલયમાં અત્યારે વર્લ્ડ કપને લઈને ભારે ઉત્સાહનો માહોલ છે. રાજ્ય સરકારે શિલોંગના એક પાર્કિંગ લોટમાં, તેમજ જોવાઈ અને તુરામાં મેચના લાઈવ પ્રસારણ માટે ખાસ 'CM ફેન પાર્ક' ઉભા કર્યા છે, જેને ફૂટબોલ ચાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, મેઘાલયમાં ફૂટબોલની આ શાનદાર ઉજવણીની નોંધ ખુદ FIFA ના પ્રમુખ ગિયાની ઈન્ફેન્ટિનોએ લીધી હતી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને રાજ્યના ફૂટબોલ પ્રત્યેના પ્રેમના ભારે વખાણ કર્યા હતા.

આ પણ વાંચોઃ Ivana Knoll Photo: મિસ ક્રોએશિયા ઈવાના નોલની ફિફા વર્લ્ડ કપ ફાઈનલ દરમિયાન ઘણી તસવીરો થઈ વાયરલ

રવિવારે જાહેર કરેલા પોતાના એક ખાસ વિડીયો સંદેશમાં મુખ્યમંત્રી સંગમાએ જણાવ્યું હતું કે, "મેં સોમવારે રાજ્યની તમામ શાળાઓ અને કોલેજો સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવાનો નિર્ણય લીધો છે. મેઘાલયમાં ફૂટબોલ એ માત્ર એક રમત નથી, પરંતુ અહીંના લોકોનો જુસ્સો અને જીવનશૈલીનો એક અતૂટ હિસ્સો છે." લોકોની આ જ ભાવનાઓને ધ્યાનમાં રાખીને, યુવાનો આતુરતાપૂર્વક જેની રાહ જોઈ રહ્યા હતા તે ફાઇનલ મેચની મજા માણી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. સંગમાએ 'CM ફેન પાર્ક'માં ઉમટી રહેલા હજારો ફૂટબોલ ચાહકોના ઉત્સાહની પ્રશંસા કરી હતી અને તમામ ચાહકોને આ રોમાંચક ફાઇનલ મેચ માટે શુભકામનાઓ પણ પાઠવી હતી.

આ પણ વાંચોઃ રાજકારણીઓમાં પણ ફિફાનો ફિવર...ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલે જોઈ મેચ, CM યોગી અને ધામી પણ બન્યા ફેન

Frequently Asked Questions

કયા રાજ્યોએ FIFA વર્લ્ડ કપ 2026 ફાઇનલ માટે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે?

મણિપુર અને મેઘાલય રાજ્યોએ FIFA વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ મેચ માટે શાળાઓ અને કોલેજોમાં સત્તાવાર રજા જાહેર કરી છે. આ નિર્ણય વિદ્યાર્થીઓ મેચનો આનંદ માણી શકે તે હેતુથી લેવાયો છે.

FIFA વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ મેચ કઈ ટીમો વચ્ચે રમાશે?

આ વખતના વર્લ્ડ કપની ટાઇટલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન લિયોનેલ મેસ્સીનું આર્જેન્ટિના અને સ્પેન આમને-સામને ટકરાશે.

FIFA વર્લ્ડ કપ ફાઇનલ માટે રજા જાહેર કરવાનો મુખ્ય હેતુ શું છે?

રજા જાહેર કરવાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓ 20 જુલાઈ 2026 ના રોજ રાત્રે 12:30 વાગ્યે શરૂ થનારી ફાઇનલ મેચનો ઉજાગરાના ડર વગર ઉત્સાહપૂર્વક આનંદ માણી શકે.

મેઘાલયમાં રજાની જાહેરાત કોણે કરી હતી અને શા માટે?

મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાએ રજાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે મેઘાલયમાં ફૂટબોલ માત્ર એક રમત નથી, પરંતુ અહીંના લોકોના જુસ્સા અને જીવનશૈલીનો એક અતૂટ હિસ્સો છે.

ટોપ સ્ટોરી

Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
"ફેન્સે મને ખોટો સાબિત કરી દીધો", IPLમાંથી સંન્યાસ લીધા બાદ બોલ્યો MS Dhoni; શેર કર્યો વીડિયો
Cricket News: ગુરનૂર બરારને અગ્રેશન બતાવવું પડ્યુ ભારે, ICCએ આપી કડક સજા
Cricket News: ગુરનૂર બરારને અગ્રેશન બતાવવું પડ્યુ ભારે, ICCએ આપી કડક સજા

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
PM મોદીને મળ્યા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?
PM મોદીને મળ્યા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?
Embed widget