શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયાના કયા દિગ્ગજ ખેલાડીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ડ હેક કરીને અશ્લીલ તસવીરો પોસ્ટ કરાઈ? જાણો
IPLમાં ચેન્નઈ સુપર કિંગ તરફથી રમી રેહલા શેન વોટ્સનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અચાનક બિભત્સ તસવીરો પોસ્ટ થઈ હતી.
ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ક્રિકેટર શેન વોટ્સન હાલ એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યો છે. IPLમાં ચેન્નઈ સુપર કિંગ તરફથી રમી રેહલા શેન વોટ્સનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અચાનક બિભત્સ તસવીરો પોસ્ટ થઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, શેન વોટસન હાલ હેકરોના નિશાન પર છે. પહેલા વોટ્સનનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું ત્યાર બાદ હવે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યું હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. જોકે ટ્વિટર પર તેનું એકાઉન્ટ હવે શરૂ થઈ ગયું છે. પરંતુ મંગળવારે તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થતાં તેના પર કેટલીક અશ્લીલ તસવીરો પોસ્ટ કરવામાં આવી હતી. એકાઉન્ટ હેક થયું હોવાની જાણ થતાં જ શેન વોટ્સને એક ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી અને ચાહકોને માફી પણ માંગી હતી.
વોટ્સને ટ્વીટ કરી કહ્યું હતું કે, મારા ઈન્સ્ટાગ્રામ પર અશ્લીલ તસવીરો પોસ્ટ થતા હું દરેકની માફી માગું છું. શુક્રવારે પહેલા મારું ટ્વિટર અને હવે આજે મારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું છે. આ પ્રકારની ઘટનાઓ જ્યારે વધુ બને તો ઈન્સ્ટાગ્રામે ત્વરિત મદદ કરવી જોઈએ. પરંતુ આમાં ઘણો સમય લાગી રહ્યો છે.
નોંધનીય છે કે, વોટ્સને આ પોસ્ટ સાથે ઈન્સ્ટાગ્રામથી જલ્દી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વોટ્સન હાલ ભારતના પ્રવાસે છે અને ચેન્નઈમાં સમય પસાર કરી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement