શોધખોળ કરો

ધોની પર બોલ્યા ગૌતમ ગંભીર- ઇમોશનલ નહી પરંતુ પ્રેક્ટિકલ થઇને નિર્ણય લો

પસંદગી સમિતિની રવિવારે મળનારી બેઠકમાં વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમ પસંદ કરશે. જેમાં તમામનું ધ્યાન ધોની પર રહેશે

  નવી દિલ્હીઃભારતના પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરે કહ્યું કે, મહેન્દ્રસિંહ ધોનીએ જે રીતે યુવા ખેલાડીઓની માંગ કરીને કેપ્ટન તરીકે ભવિષ્યમાં રોકાણ કર્યુ હતું એ જ રીતે તેમના અંગે વ્યવહારિક નિર્ણય લેવાની જરૂર છે કારણ કે યુવા ખેલાડી રાહ જોઇ રહ્યા છે. એની અટકળો લગાવવામાં આવી રહી છે કે ધોની વર્લ્ડકપમાં ભારત માટે અંતિમ વન-ડે રમી ચૂક્યો છે. ભારતને સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર મળી હતી. પસંદગી સમિતિની રવિવારે મળનારી બેઠકમાં  વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમ પસંદ કરશે. જેમાં તમામનું ધ્યાન ધોની  પર રહેશે અને ગંભીરનું માનવું છે કે લાગણીથી ઉપર થઇને પ્રેક્ટિકલ થઇને નિર્ણય લેવો પડશે. ગંભીરે એક પ્રાઇવેટ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, ભવિષ્ય અંગે વિચારવું જરૂરી છે. ધોની જ્યારે કેપ્ટન હતો ત્યારે તેણે ભવિષ્યમાં રોકાણ કર્યું. મને યાદ છે કે ધોનીએ ઓસ્ટ્રેલિયામાં કહ્યુ હતું કે,  હું  સચિન અને સેહવાગ ત્રણેય સીબી સીરિઝમાં નથી રમી શકતા કારણ કે મેદાન મોટા છે. તેમણે વર્લ્ડકપ માટે યુવા ખેલાડીઓ માંગ્યા હતા. વ્યવહારિક નિર્ણયો લેવા જરૂરી છે. યુવાઓને તક આપવાની જરૂર છે. પછી તે પંત, સંજૂ સેમસન, ઇશાન કિશન અથવા અન્ય કોઇ હોય. જેમાં ક્ષમતા દેખાય તેને વિકેટકીપર બનાવવો જોઇએ. ગંભીરે કહ્યું કે, યુવાઓએ જ્યાં સુધી યોગ્ય તકો નથી મળતી તે ભારત માટે સારુ પ્રદર્શન નહી કરી શકે. તેમને દોઢ વર્ષ તક આપો અને જો તેમનું પ્રદર્શન સારુ નહી રહે તો કોઇ અન્યને તક આપવી જોઇએ. જેનાથી ખ્યાલ આવી જશે કે આગામી વર્લ્ડકપમાં વિકેટકીપર કોણ હશે. ધોની સર્વશ્રેષ્ઠ કેપ્ટન છે એનો અર્થ એ નથી કે અન્ય કેપ્ટન સારા નથી. સૌરવ ગાંગુલી સારા કેપ્ટન હતા. અમે વિદેશમાં તેમની કેપ્ટનશીપમાં જીત્યા હતા. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં આપણે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'
ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'
ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Embed widget