શોધખોળ કરો
Advertisement
સાઉથ આફ્રિકાની ટીમનું ભાગ્ય બદલશે ગ્રીમ સ્મિથ, બની શકે છે પ્રથમ ડાયરેક્ટર
આ પદ સાઉથ આફ્રિકા ક્રિકેટમાં 2019ના વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ અસ્તિત્વમાં આવ્યું છે.
નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટ કેપ્ટન ગ્રીમ સ્મિથ દક્ષિણ આફ્રિકાના પ્રથમ ક્રિકેટ નિર્દેશક બની શકે છે. આ પદ સાઉથ આફ્રિકા ક્રિકેટમાં 2019ના વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ અસ્તિત્વમાં આવ્યું છે.
સાઉથ આફ્રિકાના ક્રિકેટ ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ સ્મિથે એક વેબસાઇટ સાથેની વાતચીતમાં કહ્યુ કે, તે એ લોકોમાં સામેલ છે તેમનું આ નવા પદ માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું. સાઉથ આફ્રિકાની ટીમ અબ્રાહમ ડિવિલિયર્સ, ડેલ સ્ટેઇન, હાશિમ અમલા અને મોર્ને મોર્કલ જેવા ખેલાડીઓનો વિકલ્પ શોધવામાં અસમર્થ સાબિત થઇ રહી છે.
આ વર્ષે ઇગ્લેન્ડમા રમાયેલા વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકાની ટીમ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઇ ગઇ હતી. તાજેતરમાં જ ભારતે સાઉથ આફ્રિકાને પોતાના ઘરમાં ટેસ્ટ સીરિઝમાં 3-0થી હાર આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement