શોધખોળ કરો
Advertisement
ICC એ ફરી એકવાર કરી સચિનની મજાક, બેન સ્ટોક્સને ગણાવ્યો તેંડુલકર જેટલો મહાન ક્રિકેટર ગણાવતાં ફેન્સ ભડક્યા
ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ વર્તમાન સમયમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. હેડિંગ્લેમાં રમાયયેલી એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચમાં 135 રન અને જેક લિચ માટે મળીને અણનમ 76 રનની ભાગીદારીથી તેણે ઓસ્ટ્રેલિયાને એક વિકેટથી હરાવીને સીરિઝમાં 1-1થી બરાબરી કરી હતી.
દુબઈઃ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ વર્તમાન સમયમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. હેડિંગ્લેમાં રમાયયેલી એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચમાં 135 રન અને જેક લિચ માટે મળીને અણનમ 76 રનની ભાગીદારીથી તેણે ઓસ્ટ્રેલિયાને એક વિકેટથી હરાવીને સીરિઝમાં 1-1થી બરાબરી કરી હતી. આ પહેલા આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019ની ફાઇનલમાં પણ તેને શાનદાર રમત બતાવીને ઈંગ્લેન્ડને વર્લ્ડકપ વિજેતા બનાવ્યું હતું. સ્ટોક્સના આ બે પ્રદર્શન બાદ વર્તમાન અને પૂર્વ ક્રિકેટરો પણ તેની પ્રશંસા કરી રહ્યા છે. આઈસીસીએ પણ સ્ટોક્સની પ્રશંસા કરતું ટ્વિટ કર્યું છે. જેના પર વિવાદ થયો છે.
આઈસીસીના આ ટ્વિટને સચિનના પ્રશંસકો અપમાન ગણાવી રહ્યા છે. આઈસીસીએ બેન સ્ટોક્સને લઇ કરેલી ટ્વિટમાં તેની તુલના દુનિયાના મહાન બેટ્સમેનો પૈકીના એક સચિન તેંડુલકર સાથે કરીને મજાક કરી છે. ટ્વિટમાં આઈસીસીએ બેન સ્ટોક્સની સચિન સાથેની તસવીર શેર કરીને લખ્યું, પહેલા જ કહ્યું હતું વિશ્વના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર સાથે સચિન તેંડુલકર. આ તસવીરને આઈસીસીએ વર્લ્ડકપ ફાઇનલ મેચ બાદ ટ્વિટ કરી હતી.Told you so ???? https://t.co/b4SFcEVDWk
— ICC (@ICC) August 27, 2019
સચિનના એક પ્રશંસકે તેંડુલકર અને બેન સ્ટોક્સના આંકડા લખીને પૂછ્યું કે તમે ક્યા આધારે તુલના કરી. જ્યારે અન્ય એક ફેન્સે લખ્યું, આઈસીસી વર્લ્ડકપ ફાઈનલ અને ત્રીજી એશિઝ ટેસ્ટ દરમિયાન સ્ટોક્સે શાનદાર બેટિંગ કરી હતી પરંતુ બંને મેચ એમ્પાયરના કૃપાથી જીત્યા હતા.One has 15,921 Runs in tests 18426 ODIs, Averaging 54 and 45.
Other has 3479 in tests and 2628 in ODIs. averaging 35 and 40. Shall I talk about centuries??— Nick (@discoverlyours) August 27, 2019
જ્યારે એક ફેન્સે લખ્યું, સચિન આનાથી અનેક ગણો વધારે સન્માનને હકદાર છે.@ICC why creating haters for Stokes by posting such stupid tweets. Very poor from @ICC
— kashish Gandhi (@kashishgandhi) August 27, 2019
ભારત-પાકિસ્તાન વચ્ચે આ તારીખે થશે યુદ્ધ, પાકિસ્તાનના મંત્રીએ કરી ભવિષ્યવાણી! 7000 વિકેટ બાદ હવે 85 વર્ષની વયે આ ક્રિકેટર લેશે સંન્યાસ, જાણો કોણ છે@BCCI plz take strict actions and suspend @ICC for his worthless tweets ????
— A sarcaster (@a_sarcaster) August 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
રાજકોટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion