શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસના ડર વચ્ચે હાર્દિક-કૃણાલ પંડ્યા ઘરમાં આ રીતે વિતાવે સમય, હાર્દિકે કોની સાથે કર્યો ડાન્સ?
પંખુડીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો જેમાં કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા તેની ગર્લફ્રેન્ડ નતાથા સ્ટાનકોવિચ નાચતાં જોવા મળી રહ્યાં હતાં.
મુંબઈ: હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે. જેના કારણે હાલમાં દેશમાં તમામ ક્રિકેટ ટૂર્નામેન્ટ રદ કરી દેવામાં આવી છે. એવામાં ખેલાડીઓ પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. ભારતીય ટીમના ઓલરાઈન્ડર પંડ્યા ભાઈઓની જોડી પણ હાલ પોતાના પરિવાર સાથે સમય વિતાવે છે. હાલમાં કૃણાલ પંડ્યાની પત્ની પંખુડી શર્માએ પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં આખો પંડ્યા પરિવાર નાચતાં જોવા મળ્યો હતો.
પંખુડીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો જેમાં કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા તેની ગર્લફ્રેન્ડ નતાથા સ્ટાનકોવિચ નાચતાં જોવા મળી રહ્યાં હતાં. તમામ આંખ પર ચશ્માવાળું ઈમોજી લગાવીને ડાંસ કરી રહ્યા હતા. પંખુડીએ વીડિયો કેપ્શનમાં લખ્યું હતું કે, સુરક્ષિત રહો, પોઝિટિવ રહો.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યા ઈજાના કારણે 6 મહિના બાદ ટીમમાં કમબેક કરવાનો હતો. તે સાઉથ આફ્રિકા સામેની સીરિઝ માટે ટીમમાં સિલેક્ટ થયો હતો પરંતુ ધર્મશાળામાં પહેલી મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી ત્યાર બાદ કોરોના વાયરસના કારણે બીસીસીઆઈએ સાઉથ આફ્રિકા સામેની સીરિઝ રદ કરી નાખી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion