શોધખોળ કરો

ભારતીય ક્રિકેટર હાફ સેન્યુરી ફટકાર્યા પછી મેદાન પર જ ઢળી પડતાં મોતને ભેટ્યો, જાણો વિગત

રિપોર્ટ મુજબ, વીરેન્દ્ર નાઇકે રવિવારે રમાયેલી મેચમાં 66 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

નવી દિલ્હીઃ એવું પ્રથમ વખત નથી થયું જ્યારે કોઈ ક્રિકેટરનું મેદાન પર હૃદય રોગના હુમલાથી મોત થયું હોય પરંતુ હૈદ્રાબાદમાં એક ક્રિકેટર સાથે જે થયું તે ખરેખર ચોંકાવનારું છે. મીડિયા અહેવાલ અનુસાર રવિવારે એક વન ડે લીગ મેચ દરમિયાન 41 વર્ષના બેટ્સમેન વીરેન્દ્ર નાઇકનું મોત થયું છે. વીરેન્દ્ર નાઇક હૈદરાબાદમાં મારડપલ્લી સ્પોર્ટિંગ ક્લબનો ખેલાડી હતા અને તેઓએ રવિવારે શાનદાર અડધી સદી પણ ફટકારી હતી પરંતુ આઉટ થયા બાદ તેઓ પેવેલિયન પરત ફર્યા અને ત્યાં તેમનું મોત થઈ ગયું. ભારતીય ક્રિકેટર હાફ સેન્યુરી ફટકાર્યા પછી મેદાન પર જ ઢળી પડતાં મોતને ભેટ્યો, જાણો વિગત અંગ્રેજી અખબાર ડેક્કન ક્રૉનિકલના અહેવાલ મુજબ, વીરેન્દ્ર નાઇકના મોતનું કારણ હાર્ટ અટેક છે. વીરેન્દ્રના ભાઈ અવિનાશે પોલીસને જણાવ્યું કે, વીરેન્દ્ર બ્લડપ્રેશરની દવાઓ લઈ રહ્યો હતો. વીરેન્દ્ર નાઇકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો અને ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વીરેન્દ્ર નાઇક મહારાષ્ટ્રના સાવંતવાડીના રહેવાસી હતા, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રિપોર્ટ મુજબ, વીરેન્દ્ર નાઇકે રવિવારે રમાયેલી મેચમાં 66 રનની શાનદાર ઇનિંગ રમી હતી. વીરેન્દ્ર નાઇક વિકેટ પાછળ કેચ આઉટ થયા હતા. અહેવાલો મુજબ, વીરેન્દ્ર નાઇક અમ્પાયરના આ નિર્ણયથી નાખુશ હતા. તેમને લાગી રહ્યું હતું કે, બોલ તેમના બેટના કિનારાને નથી અડ્યો. વીરેન્દ્ર જેવા પેવેલિયન પહોંચ્યા તેમનું માથું દીવાલ સાથે ટકરાયું અને તેઓ નીચે પડી ગયા. ત્યારબાદ તેમના સાથી ખેલાડી તમને કારમાં હૉસ્પિટલ લઈ ગયા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. વીરેન્દ્રએ સિકંદરાબાદની યશોદા હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન
સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મળીને બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ, અંતિમ ટી20માં ઈતિહાસ રચવાની તક 
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મળીને બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ, અંતિમ ટી20માં ઈતિહાસ રચવાની તક 
અંતિમ ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCI એ ટીમમાં કર્યો ફેરફાર 
અંતિમ ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCI એ ટીમમાં કર્યો ફેરફાર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget