શોધખોળ કરો
Advertisement
ICC Test Ranking: ન્યૂઝિલેન્ડને પછાડી ટીમ ઈન્ડિયા ફરી બની દુનિયાની નંબર -1 ટેસ્ટ ટીમ
આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં હાલમાં ભારતના 122 પોઇન્ટ છે જ્યારે બીજા નંબરે આવેલા ન્યુઝીલેન્ડના 118 પોઇન્ટ છે.
અમદાવાદ: વિરાટ કોહલીના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડને ચાર ટેસ્ટ મેચની સીરિઝમાં 3-1થી હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈલમાં સ્થાન મેળવી લીધું છે. ભારતે આ સીરિઝની જીત સાથે જ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ રેકિંગમાં પણ પ્રથમ નંબરે પહોંચી ગયું છે.
હવે ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ન્યૂઝિલેન્ડ સામે રમશે ત્યારે નંબર -1 ટેસ્ટ ટીમ તરીકે ઉતરશે. ઉલ્લેખનીય છે કે, ભારતે ઈંગ્લેન્ડ પહેલા ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર ટેસ્ટ સીરિઝમાં 2-1 થી હરાવ્યું હતું.
ઇંગ્લેન્ડને હરાવ્યા બાદ ભારતે ન્યુઝીલેન્ડને પાછળ છોડી નંબર વન તાજ પર કબજો કરી લીધો છે. આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં હાલમાં ભારતના 122 પોઇન્ટ છે જ્યારે બીજા નંબરે આવેલા ન્યુઝીલેન્ડના 118 પોઇન્ટ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ આઈસીસી રેન્કિંગમાં 113 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. તેની સાથે ઇંગ્લેન્ડ 105 પોઇન્ટ સાથે ચોથા નંબર પર છે, જ્યારે પાકિસ્તાન 90 પોઇન્ટ સાથે પાંચમાં સ્થાને છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement