નવી દિલ્હીઃ આવતીકાલથી ન્યૂઝિલેન્ડમાં આઇસીસી અંડર-19 વર્લ્ડકપની શરૂઆત થઇ રહી છે. 2018 અંડર વર્લ્ડકપમાં ભારતની પ્રથમ મેચ 14 જાન્યુઆરીના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમાશે. ન્યૂઝિલેન્ડના સાત અલગ અલગ સ્ટેડિયમમાં રમાનારા આ વર્લ્ડકપમાં કુલ 16 ટીમો ભાગ લઇ રહી છે. તમામ ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. 22 દિવસો સુધી વર્લ્ડકપ ચાલશે.
2/3
વર્લ્ડકપનું લાઇવ પ્રસારણ સવારે સાડા છ વાગ્યે સ્ટાર સ્પોર્ટ્સ 1 અને સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી પર થશે. વર્લ્ડકપની ફાઇનલ 3 ફેબ્રુઆરીના રોજ માઉન્ટ મૌનગનુઇમાં રમાશે. ટીમ ઇન્ડિયાને ગ્રુપ બીમાં રાખવામાં આવી છે. ભારતની સાથે ઓસ્ટ્રેલિયા, ઝિમ્બાબ્વે, પપુઆ ન્યૂગિની છે. જ્યારે ગ્રુપ-એમાં વેસ્ટ ઇન્ડિઝ. ન્યૂઝિલેન્ડ, સાઉથ આફ્રિકા, અનેકેન્યાનો સમાવેશ કરાયો છે. જ્યારે ગ્રુપ-સીમાં બાંગ્લાદેશ, કેનેડા, ઇગ્લેન્ડ અને નામીબિયાની ટીમ છે. જ્યારે ગ્રુપ ડીમાં પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડ છે.
3/3
ભારતની પ્રથમ મેચ 14 જાન્યુઆરીના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમાશે. બીજી મેચ પપુઆ ન્યૂગિની સામે 16 જાન્યુઆરીએ રમાશે. જ્યારે 19 જાન્યુઆરીના રોજ ઝિમ્બાબ્વે સામે ત્રીજો મુકાબલો યોજાશે. ટીમ ઇન્ડિયા અત્યાર સુધીમાં ત્રમ વખત અંડર-19 વર્લ્ડકપમાં ચેમ્પિયન બની ચૂકી છે.