અધિકારીએ કહ્યું હતું કે પૂજારાને ટોચની શ્રેણીમાં લાવવાથી યુવાઓમાં સંદેશો જશે કે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શનને પ્રાથમિકતા મળે છે. ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટની છાપ ધરાવનાર પૂજારાને છેલ્લા ચાર-પાંચ વર્ષથી કોઈ આઈપીએલ ટીમે પણ ખરીદ્યો નથી. નવા કોન્ટ્રાક્ટમાં રિષભ પંતને પણ સ્થાન મળી શકે છે. જે હવે ટેસ્ટમાં વિકેટકિપરના રુપમાં પ્રથમ વિકલ્પ છે.
2/4
હાલ ‘એ’પ્લસ ગ્રેડમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને શિખર ધવન છે. પૂજારા હાલ ‘એ’ ગ્રેડમાં છે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે પૂજારાને શાનદાર પ્રદર્શનનું ઇનામ મળવું જોઈએ.
3/4
માનવામાં આવે છે કે પ્રશાસકોની સમિતિના પ્રમુખ વિનોદ રાય, ટીમ પસંદગી સમિતિના પ્રમુખ એમએસકે પ્રસાદ અને ટીમ મેનેજમેન્ટ સામે પુજારાને એ પ્લસ શ્રેણીમાં લઈ જવાનો પ્રસ્તાવ રાખશે.
4/4
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝમાં શાનદાર પ્રદર્શન કરી રહેલ ચેતેશ્વર પુજારાને બીસીસીઆઈ મોટું ઈનામ આપી શકે છે. બીસીસીઆઈ તેને પોતાના વાર્ષિક કરારમાં ‘એ પ્લસ’ શ્રેણીમાં સામેલ કરી શકે છે. ચેતેશ્વર પુજારાએ હાલની ટેસ્ટ સીરીઝની સાત ઇનિંગમાં 74.42ની સરેરાશ સાથે 521 રન બનાવ્યા છે. તેમાં ત્રણ સેન્ચુરી સામેલ છે. ભારત તેના આ પ્રદર્શનના જોરે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ સીરીઝ જીતવાની નજીક પહોંચી ગયું છે.