શોધખોળ કરો
Advertisement
IND vs NZ: વનડે બાદ ટેસ્ટમાં ભારતની શરમજનક હાર પર BCCI લાલધૂમ, માગી શકે છે રિપોર્ટ
બીસીસીઆઈની પાસે હવે ટીમમાં એક પૂર્ણસમયના મેનેજર છે. દરેક પ્રવાસ બાદ મેનેજર ટીમની સ્થિતિને લઈને રિપોર્ટ બોર્ડને સોંપે છે.
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડની ટીમે વનડે સીરિઝની સાથે સાથે બે ટેસ્ટ મેચની સીરિઝ પણ પોતાના નામે કરી લીધી છે. બન્ને સીરિઝમાં કીવિઓએ ભારતીય ટીમને ક્લીનસ્વીપ કરી છે. ટેસ્ટમાં જ્યાં ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને 2-0થી હરાવી તો વનડે સીરિઝમાં 5-0થી હાર આપી હતી. બન્ને સીરિઝમાં ક્લીનસ્વીપ બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ટીમ પાસે રિપોર્ટ માગી શકે છે.
ન્યૂઝીલેન્ડની ધરતી પર કીવિઓએના હાથે મળેલ હાર બાદ બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું, “વનડે અને ટેસ્ટ સીરીઝમાં મળેલ હાર દર્શાવે છે કે ભારતીય ટીમની સ્થિતિ સારી નથી.”
બીસીસીઆઈની પાસે હવે ટીમમાં એક પૂર્ણસમયના મેનેજર છે. દરેક પ્રવાસ બાદ મેનેજર ટીમની સ્થિતિને લઈને રિપોર્ટ બોર્ડને સોંપે છે. આ રિપોર્ટ દરેક પ્રવાસનો આપવાનો હોય છે. પરંતુ આ વખતે ટીમની સ્થિતિને લઈને વિસ્તૃત રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવી શકે છે.
ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલ બીજી ટેસ્ટ મેચમાં કીવિયોએ વિરાટ બ્રિગેડને 7 વિકેટ હાર આપી હતી. આ પહેલા મેજબાન ટીમે ભારતને પ્રથમ ટેસ્ટમાં 10 વિકેટ હરાવી હતી. આ રીતે ન્યૂઝીલેન્ડે દુનિયાની નંબર વર ટેસ્ટ ટીનમે પોતાના જ ઘરમાં 2-0થી હરાવી હતી.
આ દરમિયાન ટી20 સીરીઝ 5-0થી જીતવાં છતા ભારતે વનડે સીરીઝમાં 0-3થી હાર મળી હતી. હવે ટેસ્ટ સીરીઝમાં પણ ટીમ ઇન્ડિયાને 0-2થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement