નવી દિલ્હીઃ ભારતીય ટીમમાં હાલ કેપ્ટનશીપને લઇને મોટો કકળાટ ચાલી રહ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી બન્ને સીનિયર ખેલાડીઓ વચ્ચે કંઇક રંધાઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગઇકાલે ઇજા થવાના કારણે રોહિત શર્મા ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઇ ગયો છે, તો વળી બીજીબાજુ રિપોર્ટ છે કે વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની વનડે સીરીઝ રમવાની ના પાડી દીધી છે, અને પોતાનુ નામ વનડે સ્ક્વૉડમાંથી પાછુ ખેંચી લીધુ છે. વિરાટે બીસીસીઆઇને આ વાતની જાણ કરી દીધી છે.
ગઇકાલે બીસીસીઆઇએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતુ કે, રોહિત શર્માને તેના ડાબા હાથની હૅમસ્ટ્રિંગમાં ઈજા છે, જેના કારણે તે 3 ટેસ્ટ મેચની શ્રેણીનો ભાગ બની શકશે નહીં. રોહિત શર્મા ઈજાનો શિકાર બન્યો હોવાથી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. જોકે, વિરાટ કોહલીનું વનડે સીરીઝમાંથી હટવાનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ તેને તેના ફેમિલી બ્રેક સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં, જ્યારે 3 વન-ડે મેચોની સિરીઝ રમવાની છે, તે સમયે તેની પુત્રી વામિકનો પણ પ્રથમ જન્મદિવસ છે. રિપોર્ટ અનુસાર, વિરાટે બીસીસીઆઇને આ જ દલીલ આપતા સીરિઝમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.
ભારતીય ટેસ્ટ ટીમ-
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, રહાણે, શ્રેયસ ઐય્યર, હનુમા વિહારી, ઋષભ પંત, રિદ્ધિમાન સહા, રવિચંદ્રન અશ્વિન, જયંત યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ.
ટેસ્ટ સીરિઝનું શિડ્યુલઃ
પ્રથમ ટેસ્ટઃ 26-30 ડિસેમ્બર, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી ટેસ્ટઃ 3-7 જાન્યુઆરી, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી ટેસ્ટઃ 11-15 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
વન-ડે સીરિઝનું શિડ્યુલઃ
પ્રથમ મેચઃ 19 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી મેચઃ 21 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી મેચઃ 23 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
આ પણ વાંચો
ફરી એકવાર મૃતક વ્યક્તિના નામે કોરોનાની વેક્સિન અપાઈ હોવાનું કૌભાંડ,જાણો શું છે ઘટના
જામનગરમાં ઓમિક્રોનના નોંધાયેલા પ્રથમ દર્દીનો રિપોર્ટ 10 દિવસ બાદ પણ પોઝીટિવ આવતા ચિંતામાં વધારો