મયંક અગ્રવાલના નામે એક એવો રેકોર્ડ છે જે ન તો સચિન તેંડુલકર બનાવી શક્યો છે ન તો હાલનો કેપ્ટન વિરાટ કોહલી આ ઉપલબ્ધી સુધી પહોંચી શક્યો છે. મયંક અગ્રવાલ ભારતના ઘરેલુ ક્રિકેટમાં એક સીઝનમાં 2000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન છે. મયંકે વિજય હજારે ટ્રોફીની 8 મેચોમાં 3 સદી 4 અડધી સદી બનાવી હતી.
2/5
ઈંગ્લેન્ડમાં પણ મયંક અગ્રવાલે પોતાની શાનદાર બેટિંગનો ઝલવો બતાવ્યો હતો. મયંકની 8 મેચોમાં ચોથી સદી છે. તેણે ઇંગ્લેન્ડમાં ત્રણ સદી ફટકારી હતી. લિસેસ્ટર વિરૂદ્ધ મયંકે સૌથી પહેલા 151 રનની ઈનિંગ રમી હતી. ત્યાર બાદ તેણે વેસ્ટઈન્ડિઝ-એ વિરૂદ્ધ 112 રનની ઇનિંગ રમ્યો હતો પછી આગળની મેચમાં ઇંગ્લેન્ડ એ ટીમ સામે શાનદાર સદી ફટકારતા 112 રન બનાવ્યા હતા.
3/5
આ બંન્ને બેટ્સમેનો વચ્ચે 233 રનની ભાગીદારી થઈ હતી. પૃથ્વી શો 136 રન બનાવીને પવેલિયન પરત ફર્યો હતો પરંતુ મયંક અગ્રવાલે પોતાની ઈનિંગને આગળ વધારતા ડબલ સદી ફટાકારી હતી. બીજા દિવસની રમત પૂર્ણ થતાં મયંકે 250 બોલમાં 220 રન બનાવ્યા હતાં. મંયકે 31 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 220 રન ફટકાર્યા હતાં.
4/5
દક્ષિણ આફ્રિકા-એએ આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈન્ડિયા એનો બોલર મોહમ્મદ સિરાઝે દમદાર બોલિંગ કરીને પાંચ વિકેટ ઝડપી હતી અને પ્રથમ ઈનિંગ 246 રનમાં ટીમ સમેટાઈ ગઈ હતી. ત્યાર બાદ જ્યારે ભારતીય બેટ્સમેનો મેદાન પર ઉતર્યા ત્યારે મયંક અગ્રવાલ અને પૃથ્વી શો બંન્નેએ સદી ફટકારી હતી.
5/5
નવી દિલ્હી: ઈન્ડિયા એ અને દક્ષિણ આફ્રિકા એ વચ્ચે રમાઈ રહેલ પ્રથમ અનૌપચારિક ટેસ્ટ મેચમાં ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલે ડબલ સદી ફટકારી હતી. આ ચાર દિવસીય ટેસ્ટ મેચના બીજા દિવેસ ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શોએ ઈન્ડિયા એ માટે સદી ફટકારી જ્યારે મયંક અગ્રવાલે ડબલ સદી ફટકારી હતી. આ બંન્ને બેટ્સમેનોએ મળીને ‘ઈન્ડિયા એ’ને જબરદસ્ત શરૂઆત અપાવી હતી.