અત્યાર સુધી ચેમ્પિયન ટ્રોફીમાં સારી બોલિંગ કરનારા ઉમેશ યાદવને સાઉથ આફ્રિકા સામેની મહત્વની મેચમાં પડતો મુકવામાં આવ્યો છે. કોહલીએ ઉમેશ યાદવના સ્થાને અશ્વિનને ટીમમાં સમાવેશ કર્યો હતો. ઇગ્લેન્ડમાં પીચ ફાસ્ટ બોલરો માટે અનુકુળ હોય છે ત્યારે ઉમેશ યાદવને પડતો મુકી સ્પીનરને તક આપતા આશ્વર્ય સર્જાયું છે.
2/2
લંડનઃ ચેમ્પિયન ટ્રોફીમાં સેમિફાઇનલમાં પ્રવેશવા માટે સાઉથ આફ્રિકા સામેની આજની મેચ ભારત માટે જીતવી જરૂરી છે. જો ભારત આ મેચ હારી જશે તો ભારત સેમિફાઇનલની રેસમાંથી બહાર ફેંકાઇ જશે. કોહલીએ આજની મેચમાં ઉમેશ યાદવને ટીમમાંથી પડતો મુકી તેના સ્થાને અશ્વિનનો સમાવેશ કરતા ક્રિકેટ ચાહકોમાં આશ્વર્ય સર્જાયું છે.