શોધખોળ કરો

IND v AUS: અશ્વિને રચ્યો ઈતિહાસ, મુરલીધરનનો રેકોર્ડ તોડી બન્યો વિશ્વનો પ્રથમ બોલર

ભારતના સ્ટાર ઓફ સ્પિનર અશ્વિને મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે ડાબોડી બેટ્સમેનને આઉટ કરનારો વિશ્વનો પ્રથમ બોલર બન્યો હતો.

મેલબર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો 8 વિકેટથી વિજય થયો હતો. મેચ જીતવા 70 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ગિલ 35 અને રહાણે 27 રને નોટ આઉટ રહ્યા હતા. આ પહેલા   મયંક અગ્રવાલ 5 અને પુજારા 3 રન બનાવી આઉટ થયા હતા. બીજી ટેસ્ટમાં જીત સાથે સીરિઝ 1-1થી સરભર થઈ ગઈ છે. ત્રીજી ટેસ્ટ સિડનીમાં રમાશે. ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગમાં 200 રનમાં ઓલઆઉટ થયું હતું. જેના કારણે ભારતને જીતવા 70 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી કેમરૂન ગ્રીને સર્વાધિક 45 રન બનાવ્યા હતા. વેડે 45, લાબુશાનેએ 28 રન બનાવ્યા હતા. ભારત તરફથી સિરાજે 3, અશ્વિન, જાડેજા અને બુમરાહે 2-2 તથા ઉમેશ યાદવને 1 વિકેટ મળી હતી.ઓસ્ટ્રેલિયાએ 99 રનમાં જ 6 વિકેટ ગુમાવી દીધી હતી. તેમ છતાં 200 રન સુધી પહોંચવામાં સફળ થયા હતા. છેલ્લી 4 વિકેટ 101 રન ઉમેરતા ભારતને જીતવા 70 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે પ્રથમ ઈનિંગમાં 326 રન બનાવી 131 રનની લીડ લીધી હતી. આ દરમિયાન ભારતના સ્ટાર ઓફ સ્પિનર અશ્વિને મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે ડાબોડી બેટ્સમેનને આઉટ કરનારો વિશ્વનો પ્રથમ બોલર બન્યો હતો. અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 192મી વખત ડાબોડી બેટ્સમેનને પોતાનો શિકાર બનાવ્યો હતો. અત્યાર સુધી આ રેકોર્ડ શ્રીલંકાના સ્પિનર મુરલીધરનના નામે હતો. ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ ઝડપી ચુકેલા મુરલીધરને 191 વખત ડાબોડી બેટ્સમેનને પોતાનો શિકાર બનાવ્યા હતા. જેમ્સ એન્ડરસન લિસ્ટમાં ત્રીજા ક્રમે છે. તેણે 600 વિકેટમાથી 186 વિકેટ ડાબોડી બેટ્સમેનની લીધી છે. ગ્લેન મેકગ્રાથ અને શેનવોર્ન 172 વિકેટ સાથે આ લિસ્ટમાં ચોથા અને પાંચમાં ક્રમે છે. જ્યારે 167 વિકેટ સાથે અનિલ કુંબલે છઠ્ઠા ક્રમે છે. કર્ણાટકઃ વિધાન પરિષદના ડેપ્યુટી સ્પીકરે ટ્રેન સામે કૂદીને કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં જણાવ્યું આ કારણ મેષ, કન્યા, તુલા રાશિવાળા ભૂલથી પણ ન કરતાં આ કામ, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget